- હેલ્થ સાયન્સને લગતું નવું સંશોધન
- આલ્કોહોલ અને માનવ મગજ
- આલ્કોહોલનું સેવન કરતાં લોકો માટે ખતરાની ઘંટડી
શું કહે છે સંશોધન
આ સંશોધન માટે જુદાં જુદાં વય જૂથના લોકો પર વૈજ્ઞાનિકો દ્વારા નજર રાખવામાં આવી અને એમનાં મજગ પર થતી અસરને નોંધવામાં આવી.
ઉપર ફોટામાં બતાવ્યા મુજબ ૪૩ વર્ષના ૧ સામાન્ય વ્યક્તિ અને ૧ આલ્કોહોલિક વ્યક્તિના મગજમાં કેટલો ભેદ હોય છે એ જોઈ શકાય છે.
બન્ને મગજ વચ્ચે જે મૂળ ભેદ છે એ સેરેબ્રલ સ્રીંકેજ કહેવાય છે. એટલે કે સામાન્ય મગજ કરતાં આલ્કોહોલિક મગજની માંસપેશીઓ સંકોચાઈ ગયેલી દેખાય છે.
આ સેરેબ્રલ સ્રીંકેજ ‘બ્રેઇન મેટર ડિજનરેશન’ એટલે કે મગજની માંસપેશીઓનો નાશ થવાથી થાય છે.
શુ અસર થાય છે આ સેરેબ્રલ સ્રીંકેજ
આ સેરેબ્રલ સ્રીંકેજને કારણે ડીમ્નેસીઆ (સ્મૃતિભ્રમ) અને એના જેવાં ઘણાં માનસિક રોગો થાય છે.
આ રોગોના લક્ષણોમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો, આયોજન ક્ષમતામાં ઘટાડો, ભાવનાત્મક નિયંત્રણમાં ઘટાડો, ધ્યાન કેન્દ્રિત રાખવામાં અક્ષમતા અને ગુસ્સા પર સંયમ ન રાખવું વગેરેનો સમાવેશ થાય છે.
આથી અમે #દેવલિપીન્યુઝ તરફથી અમે સૌ વાચકોને એટલી જ વિનંતી કરીશું કે આલ્કોહોલથી શક્ય એટલું દૂર રહે અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખશો.