1 રૂપિયો બચાવવામાં ફોરેક્સ રિઝર્વમાં 14 અબજ ડોલર ઘટી ગયું, ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ $4.50 અબજ ઘટીને $528.37 અબજ થયું 2 સ્વિટ્ઝર્લેન્ડની IQAir દ્વારા માપવામાં આવેલા એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર દિલ્હી વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર, બીજા નંબરે પાકિસ્તાનનું લાહોર 3 આજે સૂર્યગ્રહણ : મંદિરો બંધ રહેશે, દ્વારકા,અંબાજી ,સોમનાથ, પાવાગઢ, કરનાળી ખાતે કુબેરભંડારીના મંદિરોમાં દિવસે દર્શન થઇ શકશે નહી, અંબાજી મંદિર દિવસભર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, દર્શનના સમયમાં ફેરફાર કરાયો. 4 આજે ઓડિશા પર સીતરંગ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, સમુદ્રી કાંઠાવાળાવિસ્તારોને ખાલી કરાવાયા, રાતથી ભારે પવન સાથે વરસાદ પડવાનું શરૂ થયું, ઓરેન્જ એલર્ટ જાહેર 5 ચન્દ્રની ધરતી પર ખાણકામ કરીને સોનું અને દુર્લભ તત્ત્વો મેળવવાનું આયોજન ચાલી રહ્યું છે તેના માટે માઇનીંગની મશીનરીને ચન્દ્ર પર લઈ જઈને ત્યાં જ એસેમ્બલ કરાશે. |