ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજકીય વાતાવરણ જામ્યું: રાજસ્થાન, દિલ્હી અને પંજાબ એમ ત્રણ રાજયોના મુખ્યમંત્રીઓ ગુજરાતમાં પ્રચારાર્થે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોના કરશે લોકાર્પણ, આ વખતના પ્રવાસમાં વડાપ્રધાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર ફોકસ કરશે
ટી-20 વિશ્વ કપ : ભારત-દક્ષિણ આફ્રિકા મેચમાં એનગીડી એ 4 વિકેટ ઝડપી મચાવ્યો તરખાટ, રોહિત શર્મા, વિરાટ કોહલી સસ્તામાં આઉટ, સૂર્યકુમારે અડધી સદી ફટકારી બાજી સાંભળી, ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યો 134 રનનો ટાર્ગેટ
ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રભારી આલોક શર્માએ અરવિંદ કેજરીવાલ અંગે જણાવ્યું કે, “પ્રધાનમંત્રી કા છોટા રિચાર્જ” આજકાલ આદિવાસી વિસ્તારમાં ફરે છે. દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર બન્યું છે, અને તે ગુજરાતમાં જુઠ્ઠાણાં ફેલાવે છે.
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં 2 બોમ્બ બ્લાસ્ટ, 100ના મોત, પ્રમુખ હસન શેખ મોહમ્મદે અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ જૂથને દોષી ઠેરવતા હુમલાને ક્રૂર અને કાયરતાપૂર્ણ ગણાવ્યો