ચૂંટણી પહેલા BJP નો માસ્ટરસ્ટ્રોક : ગુજરાત સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ પ્રસ્તાવ પાસ, નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી રચાશે, કમિટીનું નેતૃત્વ હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું છે કે તે 2024ની લોકસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડવા માંગે છે. કંગનાએ કહ્યું જનતા ઈચ્છે અને ભાજપ તેમને ટિકિટ આપે તો તેઓ ચૂંટણી લડવા તૈયાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા કોંગ્રેસ 31 ઓક્ટોબરથી ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા યોજશે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પરિવર્તન યાત્રા કરશે. 4 કરોડથી વધુ લોકો સુધી પહોંચવાનું આયોજન
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ગુજરાતીઓને નવો વાયદો આપીને કહ્યું આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિર બની જશે… જે ગુજરાતીઓ પાસે પૈસા નથી તેમને રામ લલ્લાના દર્શન મફતમાં કરાવીશ
નવસારીમાં કેજરીવાલનો વિરોધ, નવસારીના ચીખલીમાં કાળા વાવટા ફરકાવી કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ કાળા વાવટા બતાવી મોદી મોદીના નારા લગાવ્યા