વિવાદિત કોમેડિયન સમય રૈના (Samay Raina) ના ગુજરાતમાં યોજાવા જઈ રહેલા બધા જ શો રદ થઈ ગયા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં સમય રૈનાના શો યોજાવાના હતા. તાજેતરમાં ઈન્ડિયા ગોટ લેટેન્ટ નામના કોમેડી શૉમાં રણવીર અલ્હાબાદીયા અને અન્યોએ અશ્લિલ ટીપ્પણી કરી હતી તે શૉમાં સમય રૈના પણ હતો. આ કોમેડીના નામે અશ્લીલતા બાબતે FIR દાખલ થતા ગુજરાતના આયોજકોમાં વિવાદ થવાનો ભય ફેલાતા સમય રૈનાના બધા શો રદ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શૉ માટે ટિકિટ પણ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી.
સમય રૈના (Samay Raina) ના શૉનું નામ હતું રૈના અનફિલ્ટર્ડ
ગુજરાતમાં સમય રૈના (Samay Raina) ના જે શોનું આયોજન કરવામાં આવ્યું હતું તે શૉનું નામ સમય રૈના અનફિલ્ટર્ડ રાખવામાં આવ્યું હતું. અગત્યની બાબત એ છે કે 1:30 કલાકનો આ શો ફક્ત 18 વર્ષ કરતા વધુ ઉંમરના લોકો માટે જ હતો. શૉનું નામ જોઈને સહજ જ અંદાજ લગાવી શકાય કે આ શૉમાં પણ કોમેડીના નામે અમર્યાદિત કોમેન્ટ્સ થવાની સંભાવનાઓ ખુબ જ રહેવાની. અને ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું હતું. સમય રૈના (Samay Raina)ના જે શોનું આયોજન કરવામાં આવ્યું હતું તેની ટિકિટનો ભાવ 999 રુપિયા રાખવામાં આવ્યો હતો.

અમદાવાદ અને સુરતના શૉની ટીકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હતી
સમય રૈના (Samay Raina) ના આ શો ‘સમય રૈના અનફિલ્ટર્ડ’ ના અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે બે-બે શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં યોજાનારા 20 એપ્રિલની રાત્રે 9 વાગ્યાના શૉની તમામ ટીકિટો એડવાન્સ બુકિંગથી વેચાઈ ગઈ હતી અને શૉ હાઉસફુલ થઈ ગયો હતો. એવી જ રીતે સુરતમાં 17 એપ્રિલે સંજીવકુમાર ઓડિટોરિયમમાં બે શો યોજાવાના હતા. જેમાં રાત્રે 8:30 વાગ્યાનો શો સંપૂર્ણપણે બુક થઈ ગયો હતો. સમય રૈના અનફિલ્ટર્ડ નામના આ શોનું આયોજન અમદાવાદ, સુરત અને વડોદરામાં કરવામાં આવ્યું હતું.
Samay Raina's show in Gujarat cancelled amid #indiasgotlatent controversy#samayraina https://t.co/mQUD2zHQfg
— India Today Showbiz (@Showbiz_IT) February 12, 2025
રણવીર અલ્હાબાદીયાની અશ્લિલ ટીપ્પણીની વિડીઓ ક્લિપ થઈ હતી વાયરલ
સંપૂર્ણ વિવાદ વિવાદનું મૂળ સમય રૈના (Samay Raina) અને યુટ્યૂબર રણવીર અલ્લાહાબાદીયાના ‘ઇન્ડિયા ગોટ લાટેન્ટ’ના શોમાં કરવામાં આવેલી અશ્લીલ ટીપ્પણીમાં રહેલું છે. આ ક્લિપ્સ રવિવારે વાઇરલ થઈ હતી. આ ક્લિપ્સમાં રણવીર અલ્હાબાદીયા અને અન્ય લોકોએ કરેલી અશ્લીલ ટીપ્પણીને કારણે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો જેની ગૂંજ છેક સંસદ સુધી સંભળાઈ હતી. મુંબઈ પોલીસે સમય રૈના, રણવીર અલ્લાહાબાદી સહિત આશિષ ચાંચલાની, જસપ્રીતસિંહ અને અપૂર્વા માખીજા સામે તપાસ શરૂ કરી છે. આ વિવાદને લઈ OTT પ્લેટફોર્મ માટે સેન્સર અને કન્ટેન્ટને ચકાસવા અને લોકોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા બોલવાની સ્વતંત્રતા ઉપર પ્રશ્નો થવા માંડ્યા હતા લોકો સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાને નહી ચલાવી લેવી જોઈએ તે માંગ કરી રહ્યા હતા.
