ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા ગુજરાતના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે એટલે કે, 27 ડિસેમ્બર ધરપકડ કરવામાં આવી હતી. જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માગ્યા ત્યારે કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રોકાણ ઉપર મોટા વળતર આપવાની પોન્ઝી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું છેલ્લા એક મહિનાથી ભુપેન્દ્ર્સિંહ ફરાર હતો. સીઆઈડી ક્રાઈમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડી ઝાલાને ઝડપી પાડ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા છૂપાયો હતો તે ફાર્મ હાઉસ કોઈ નેતાના સગા સંબંધીનું હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ તબક્કામાં ભૂપેન્દ્ર ઝાલા 10 દિવસ જેટલો સમય ફાર્મમાં રોકાયો હતો. CID ક્રાઈમે ભૂપેન્દ્રના નજીકના સંબંધીઓના કોલ ટ્રેસ કર્યા હતા. તેમજ શંકાસ્પદોની પૂછપરછ કર્યા બાદ આખરે ફાર્મ હાઉસમાંથી મહાઠગ ઝડપાયો હતો. ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન હિંમતનગર વિસ્તાર માટે નાણાં ધીરધારનું લાઇસન્સ લીધું હોવાનો ખુલાસો થયો છે.
આ ઉપરાંત આ ઉપરાંત કિરણ ચૌહાણ અને ભૂપેન્દ્ર ઝાલા વચ્ચેના સંબંધ અંગે તપાસ ચાલી રહી છે. જ્ઞાતિબંધુ હોવાને કારણે મહેસાણામાં રહેવાની સુવિધા આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શન અંગે પૂછપરછ ચાલી રહી છે. કિરણ ચૌહાણ અને ભૂપેન્દ્ર ઝાલા વચ્ચેના સંબંધ અંગે તપાસ ચાલી રહી છે. BZએ નાણાં લીધાં બાદ ક્યાં ક્યાં રોકાણ કર્યું એ અંગે પૂછપરછ ચાલી રહી છે. રોકાણકારો પાસેથી રૂપિયા લીધા બાદ કોને પરત કર્યા એ દિશામાં પણ પોલીસ તપાસ ચાલી રહી છે. આટલા દિવસમાં ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા લોકો અંગે પણ તપાસ ચાલી રહી છે.
ચોંકાવનારી વાત એ છે કે ભુપેન્દ્રસિંહ અરવલ્લી થઇને મધ્યપ્રદેશ અને ત્યારબાદ રાજસ્થાન અને ત્યારબાદ તે બનાસકાંઠા અને મહેસાણા પહોંચ્યો હતો. ભારતના અલગ અલગ રાજ્યો અને જિલ્લામાં નાસતો ફરતો જ્યાં તે વિવિધ હોટલો અને ફાર્મ હાઉસમાં રોકાતો હતો. પોલીસથી નજરથી અને ધરપકડથી બચવા માટે તે દરરોજ નવા સીમ કાર્ડ ખરીદતો હતો પરિવાર અને મળતીયા સાથે વાતચીત કરતો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા કોના કોના સંપર્કમાં હતો તે મામલે પૂછપરછ કરાઇ રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહ અને તેની પ્રેમિકા પી.આઇ.ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કિરણસિંહના ફાર્મ હાઉસમાં આ કૌભાંડી રોકાયો હતો.