Spread the love

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021 માટેનો ચૂંટણી કાર્યક્રમ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. મહાનગરપાલિકાઓ માટે મતદાન 21/2/2021 ના દિવસે અને જિલ્લા/તાલુકા/નગરપાલિકાઓનું મતદાન 28/2/2021 ના દિવસે છે. મોટાભાગની બેઠકો પર ‘સેન્સ’ ની કાર્યવાહી પૂર્ણ થઈ ચુકી છે.

તો હવે આ વિષયમાં ચાલો આપણે જાણીએ કે સ્થાનિક સ્વરાજના ઉમેદવાર કેવા હોવા જોઈએ અને કેવા ન હોવા જોઈએ.

નોંધ : જ્યારે તમે આ વાંચો, ત્યારે તમે તમારા મનપસંદ પક્ષને તથા તમારી લાગુ પડતી બેઠકને ધ્યાને લેજો.

ઉમેદવાર સ્થાનિક હોવો જોઈએ

સૌપ્રથમ અને સૌથી અગત્યનું, ઉમેદવાર સ્થાનિક હોવો આવશ્યક છે. પરંતુ વિસ્તારમાં માત્ર ઘર હોવાથી સ્થાનિક નથી બનાતું. સ્થાનિક એ જ હોય છે જે લાંબા સમયથી જે તે વિસ્તારમાં હાજર રહેતો હોય અને વિસ્તાર સાથે સતત જમીની સંપર્કમાં હોય.

ઉમેદવાર સ્થાનિકોના સંપર્કમાં હોવો જોઈએ

ફક્ત સ્થાનિક હોવાથી કોઈપણ ઉમેદવારને યોગ્ય નથી બની જતો. જ્યાં સુધી એ ઉમેદવારને જે તે વિસ્તારના ઓછામાં ઓછા 50 થી 100 લોકો અંગત રીતે ના ઓળખત હોય તથા ઓછામાં ઓછા 10 સારા લોકો જો એ ઉમેદવારની જવાબદારી લઈ શકે એટલા સંબંધ ના ધરાવતો હોય તો નકામું. (અને આ ઓળખ ચૂંટણી-કેન્દ્રિત નહીં, પણ લાંબા ગાળાની હોવી જોઈએ.)

ઉમેદવાર માત્ર શિક્ષિત જ નહીં પણ જ્ઞાની પણ હોવો જોઈએ

ઉમેદવારનું શિક્ષિત થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે હોવું જ જોઈએ. પરંતુ તેના કરતાં જ્ઞાની હોવું વધુ મહત્વપૂર્ણ છે. અહીંયા જ્ઞાનીનો અર્થ ખૂબ મોટી ડિગ્રીઓ હોવી એવું નથી. (આપણે હોવર્ડ યુનિવર્સિટીની ઘણી ડિગ્રીવાળા લોકો નિરક્ષર કરતા પણ ખરાબ કામ કરતા જોયા છે.)

જ્ઞાની એટલે કે જેને સામાજિક, આર્થિક, રાજકીય, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ, ઇતિહાસ જેવા વિષયોમાં પૂરતું જ્ઞાન અને સમજ હોય.

ઉમેદવાર દેશના હિત માટે પાર્ટીએ સૂચવેલા કામ ઉપરાંત પોતે પણ કાર્યરત હોવો જોઈએ

દરેક વ્યક્તિએ તેમના પક્ષ અથવા સરકાર દ્વારા સોંપેલ કાર્ય કરવું આવશ્યક છે અને કરવું જ જોઈએ. પરંતુ આપણને એવા ઉમેદવારની જોઈએ છે કે જે દેશના હિત અને સમાજના હિત માટે પોતે સ્વયંભૂ પણ શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્ય કરતો હોય.

ઉમેદવાર પરિવારવાદથી દૂર હોવો જોઈએ

ઉમેદવારે પોતે પરિવારવાદથી દૂર રહેવું જોઈએ અને પોતાની આવનારી પેઢીને પણ પરિવારવાદથી દૂર રાખવી જોઈએ.

ઉમેદવાર જે-તે બેઠકને પોતાની બપોતી ન સમજવો જોઈએ

વિસ્તારના અને સમાજના હિત માટે કામ કરવા માટે 5 વર્ષ અથવા વધુમાં વધુ 10 વર્ષ પૂરતા છે.

2-3 વાર ચૂંટાયા પછી પણ જો કોઈ ઉમેદવાર બનીને તમારી પાસે આવે અને કહે, “હું તમારું ભલું કરીશ. હું તમારું જીવનધોરણ બદલીશ. હું તમને આ આપીશ, હું પેલું આપીશ.” તેથી તેનો સ્પષ્ટ અર્થ એ છે કે અગાઉની ટર્મસ માં તેણે જનતા અને વિસ્તાર માટે કંઇ કર્યું નથી. આવી વ્યક્તિઓને તાત્કાલિક હટાવવી જોઇએ અને નવી અને વધુ લાયકાત ધરાવતા વ્યક્તિઓને આગળ લાવવા જોઈએ.

ઉમેદવાર યુવાન હોવો જોઈએ

પ્રથમ તો આપણે એ સ્પષ્ટ કરીએ કે રાજકીય પરિભાષામાં, 25 થી 55 વર્ષની વયને યુવા તરીકે ગણવામાં આવે છે. તેથી આપણા ઉમેદવાર માટે યુવાન અને સ્વસ્થ હોવું મહત્વપૂર્ણ છે.

એવું ન થવું જોઈએ કે આપણે થોડુંક કામ લઈએ અને તેમની પાસે જઇએ અને દર વખતે આપણને જવાબ મળે કે “નેતાજી બીમાર છે, હાલ તમને નહિ મળી શકે.

ઉમેદવાર સર્વસમાજ સાથે સારા સંબંધ ધરાવતો હોવો જોઈએ

ચૂંટણી કોઈ પણ હોય કાઉન્સિલરની હોય કે ધારાસભ્યની આ નિયમ દરેકને લાગુ પડે જ. સંભવ છે કે સમાજનો એક વ્યક્તિ ફક્ત એક જ સમાજના બળ પર આગળ આવે અને જીત પણ મેળવે. પરંતુ એક સમાજને કેન્દ્રસ્થાને રાખવાથી એ નુકશાન તો વિસ્તારને જ થાય છે સમજવું જોઈએ. ઉમેદવાર એવો જ જોઈએ જે સૌને સાથે લઈને ચાલે અને દરેકને સરખું માન અને અગત્યતા આપે.

ઉમેદવાર એવો જોઈએ કે જે કોઈ પણ બે સમાજ વચ્ચે મૈત્રીભાવ ઉભો કરી શકે, ન કે શત્રુભાવ.

ઉમેદવારના હ્રદયમાં અને વર્તનમાં રાષ્ટ્રપ્રથમ ની ભાવના હોવી જોઈએ

ઉપરના દરેક મુદ્દા જેટલું અથવા વધારે તે મહત્વનું છે કે રાષ્ટ્ર ભાવના ઉમેદવારના મનમાં રહેવી જોઈએ. ઉમેદવારનું આચરણ પણ આ ભાવનાથી ભરપૂર હોવું જોઈએ.

ઉમેદવાર નૈતિક અને પ્રમાણિક હોવો જોઈએ

નેતૃત્વ કરનાર વ્યક્તિ તેમની દેશ માટેની નૈતિકતા, પ્રામાણિકતા, દીર્ઘદ્રષ્ટિતા સાથે કામ કરવાની ઈચ્છાશક્તિ અને પડકારો સાથે સંયમથી કામ કરવાનો ઉત્સાહ તેમનામાં કેવો છે, એ જોવું જોઈએ કે જેનાથી લોકો પણ પ્રોત્સાહિત થઈને દેશની ગતિ-પ્રગતિમાં યોગ્ય સાથ-સહયોગ આપી દેશને મજબુતી બક્ષે એવા નેક કામમાં જોડાય. આવા નેતા જે પણ પક્ષ કે પાર્ટીનું નેતૃત્વ કરતા હોય તેને ધ્યાને લઈને તેમને સહયોગ કરવો જોઈએ. જો નેતૃત્વ શક્તિ સબળ અને યોગ્ય દિશામાં હશે તો નીચે પણ એ પ્રમાણે  કાર્યકરોને પણ એ દિશામાં જવા મજબુર થવું પડશે.અને નવનીત  યુવાનો પણ એ દિશામાં જવા પક્ષમાં જોડાશે અને દેશહિતમાં કામ કરવા તત્પર બનશે.

આવા સકારાત્મક પ્રયત્નોથી આગળ વધવા થોડી ધીરજ અને સહનશક્તિથી જટીલ સમસ્યાઓમાંથી બહાર આવી પ્રતિકુળ વાતાવરણ પણ દેશ માટે જરૂર અનુકુળ બનશે અને તમામ કાર્યકરો સાથે લોકોમાં પણ નૈતિક મૂલ્યોમાં વધારો થશે અને રાષ્ટ્ર એકતા અને અખંડિતતા સાથે મજબુત બની આગળ વિકાસ અને પ્રગતિ કરી વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી કરી શકશે.


Spread the love

By Lincoln Sokhadia

Young and Bel Esprit Journalist with Bachelor in Science, Postgraduate diploma in Journalism and mass communication. Enthusiast with modern approaches, yet bounded with cultural ethos. Excellent and impartial writing skill. Hands on experience with research based exploring. Proponent of youth involvement in politics, history, literature and spiritual science.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *