
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આજરોજ પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી.
પ્રદેશ મહામંત્રીઓને ફાળવાયેલ ઝોનનું લિસ્ટ

પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન , કર્ણાવતી મહાનગર (અમદાવાદ શહેર) તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયની ફાળવણી કરાઈ.

મહામંત્રી ભાર્ગવ ભટ્ટને મધ્યઝોન , રજનીભાઇ પટેલને કચ્છ ane ઉત્તર ઝોન તથા વિનોદભાઈ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની ફાળવણી કરાઈ.
પ્રદેશ મોરચાઓના પ્રમુખશ્રીઓનું લિસ્ટ

હાલના રાજકોટ જિલ્લાના પ્રમુખશ્રી પ્રશાંત કોરાટજીને ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઈ.
દિપીકાબેન સચિન સરદવા (અમદાવાદ) જીને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ બનાવાયા.

ડો. પ્રદ્યુમન વાજા (અમદાવાદ) જીને પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ નિમાયા તથા હર્ષદ વસાવા (નર્મદા) જીને પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ બનાવાયા.

હિતેષભાઇ પટેલ (સાબરકાંઠા) જીને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવાયા. ઉદય કાંગડ (રાજકોટ) જીને બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવાયા. ડો. મોહસીન લોખંડવાલા (સુરત) જીને પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખની જવાબદારી સોંપાઈ.
નરેન્દ્ર મોદીજીના અંગત મનાતાં સ્વયંસેવકને પ્રદેશમાં સતત બીજી મોટી જવાબદારી સોંપાઈ

પ્રસિદ્ધ લેખક , ચિંતક , વક્તા તથા પત્રકાર એવા કિશોરભાઈ મકવાણાજી કે જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના અંગત મનાય છે એમને 3 મહિનામાં પ્રદેશ સંગઠનમાં બીજી મહત્વની જવાબદારી સોંપાઈ.
કિશોર મક્વાણાજીને પ્રદેશ મીડિયા સહકન્વીનરની સાથે સાથે પ્રદેશ સહપ્રવક્તાની જવાબદારી પણ સોંપાઈ.