- પાકિસ્તાની મરીનની નાપાક હરકત
- 3 બોટ સહિત 17 ભારતીય માછીમારોનું અપહરણ
- પાકિસ્તાની મરીનની કનડગતના અનેક કિસ્સા
પાકિસ્તાની મરીનની નાપાક હરકત ભારતીય માછીમારોનુ અપહરણ કર્યું
પાકિસ્તાની મરીન એજન્સીની નાપાક હરકતો દરિયાઈ સરહદે વધી રહી છે. પાકિસ્તાની મરીન ફરીથી સામે આવી છે. પાકિસ્તાની મરીન એજન્સી અવારનવાર ભારતીય માછીમારોને કનડગત કરવાના તથા અપહરણના કિસ્સા સામે આવતા હોય છે. પાકિસ્તાની મરીન એજન્સીની આવી જ નાપાક હરકત સામે આવી છે જેમાં પાકિસ્તાની મરીન એજન્સીએ 17 ભારતીય માછીમારોનું 3 બોટ સહિત અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
11 મી ફેબ્રુઆરીની ઘટના
મળતી માહિતી મુજબ 11 મી ફેબ્રુઆરીએ ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી 3 ભારતીય માછીમારી બોટ સહિત 17 ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન એજન્સી અપહરણ કર્યું હતું. પાકિસ્તાની મરીન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવેલી 3 બોટ પૈકી 2 બોટ પોરબંદરની તથા 1 બોટ વેરાવળની હોવાનું જાણવા મળ્યું છે. અપહરણના સમાચાર સાથે જ સૌરાષ્ટ્રના તથા સમગ્ર માછીમાર સમાજમાં આક્રોશ તથા રોષ ફેલાયો છે.
આ મુદ્દો સંસદમાં ઉઠાવાયો હતો
ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલા ભારતીય માછીમારોના અવારનવાર પાકિસ્તાની મરીન એજન્સી દ્વારા થઈ રહેલી કનડગત અને બોટ સહિત કરવામાં આવતા અપહરણનો મુદ્દો તાજેતરમાં જ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો હતો. દરિયામાં માછીમારી કરતી વખતે ભારતીય માછીમારો જળસીમા નજીક પહોંચે ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા અપહરણ કરીને જેલમાં ગોંધી દે છે તથા બોટ પણ કબજે કરી લે છે. શક્તિસિંહ ગોહિલે આવા માછીમારોને પાકીસ્તાની જેલોમાંથી મુક્ત કરાવીને બોટો સહિત પરત ભારત લાવવામાં આવે એવી રજૂઆત કરી હતી. આશરે 400 જેટલી ભારતીય માછીમારોની બોટ તથા લગભગ 1000 કરતાં વધુ માછીમારો કરાંચની મધ્યસ્થ જેલમાં હોવાનું કહેવાય છે.