ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવ્યું છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર હાલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
ગુજરાતની 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ
- 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે
- ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ
- કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે
- 16 ફેબ્રુઆરીએ મતદાન
- 18 ફેબ્રુઆરીએ મતગણતરી
- ચૂંટણી કાર્યક્રમમાંથી ધાનેરા નગરપાલિકા બાકાત
- ગ્રામ પંચાયતની ચૂંટણી હાલ નહીં થાય
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ#Gujarat | #Election | #CivicBodyPolls pic.twitter.com/dSRoLrnJGi
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 21, 2025
સામાન્ય અને પેટાચૂંટણી સાથો સાથ
પાલિકા અને પંચાયતોની સામાન્યની સાથે પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી. નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.
ગુજરાત રાજ્યમાં અનેક ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાવાની બાકી છે. પરંતુ, રિઝર્વેશનની કામગીરી ચાલુ હોય હાલ તેની જાહેરાત કરવામાં આવી નથી. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી ચાલુ છે તે પૂરી થયા બાદ કરાશે.




