Spread the love

અમદાવાદના મુખ્ય રેલવે સ્ટેશનનું રિડેલવપમેન્ટ કરવામા આવી રહ્યું છે. રિડેવલમપેન્ટ કાર્ય પૂર્ણ થયા બાદ, અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે. અમદાવાદનું નવુ રેલવે સ્ટેશન કાલુપુર ઓવરબ્રિજથી લઈને સાંળગપુર પાણીની ટાંકીની સામેના વિસ્તાર સુધીમાં રિડેવલપમેન્ટ કરાશે. રિડેવલપમેન્ટ કાર્ય સંપન્ન થવામાં હજુ પણ આશરે દોઢથી બે વર્ષનો સમયગાળો થશે.

કાલુપુર રેલ્વે સ્ટેશન તરીકે પ્રખ્યાત અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્ટેશનને વિશ્વ-કક્ષાના મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ હબમાં પરિવર્તિત કરવાનો છે. તે 35 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું હશે અને તેના પર 2400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બાંધકામનું કામ ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે, અને ટ્રેનની કામગીરીમાં ખલેલ પહોંચાડ્યા વિના તબક્કાવાર કરવામાં આવશે.

કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના પ્રોજેક્ટના ભાગરૂપે રેલવે દ્વારા મ્યુનિ.ના સહયોગથી વર્ષો જૂના કાલુપુર અને સારંગપુર બ્રિજ તોડીને 440 કરોડના ખર્ચે ફોર લેન બનાવાશે. રેલવે દ્વારા પ્રથમ તબક્કામાં જાન્યુઆરીથી સારંગપુર બ્રિજ વાહનચાલકો માટે બંધ કરી તેને તોડીને કામ શરૂ કરવાની રેલવેની તૈયારી છે. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહે બ્રિજ 4 લેનના બદલે 6 લેનનો કરવાની માગણી કરતા મ્યુનિ. દ્વારા સરવે હાથ ધરાયો છે. સ્થાનિક ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહે જણાવ્યું હતું કે, “દરરોજ લાખો લોકો કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજ બન્ને બ્રિજ પરથી અવર જવર કરતા હોય છે. શહેરનો વિસ્તાર થવાની સાથે ટ્રાફિક પણ વધી રહ્યો છે. ત્યારે આ બન્ને બ્રિજ ભવિષ્યની જરુરિયાત મુજબ તૈયાર કરવા પડે તે જરૂરી છે. ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખી આ બન્ને બ્રિજ 6 લેનના બનાવવાની માગ સાથે મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો છે.”

આ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ જાણીએ તો તેની ડિઝાઇન અને માળખું ન્યૂ યોર્કની હડસન હાઇલાઇનથી પ્રેરિત છે, જેમાં બુલેટ ટ્રેન માટે ઉપરનું સ્તર, પરંપરાગત ટ્રેનો માટે ગ્રાઉન્ડ લેવલ અને સબવે માટે ભૂગર્ભ સ્તરનો સમાવેશ થાય છે.

મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબઃ સ્ટેશન પર 16 માળનું મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે, જેમાં પાર્કિંગ, ઓફિસ, હોટેલ, ગાર્ડન અને મોલ્સ જેવી સુવિધાઓનો સમાવેશ થશે.

ઇકો-ફ્રેન્ડલી ડેવલપમેન્ટઃ રિડેવલપમેન્ટમાં કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો ગ્રીન એરિયા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે એલિવેટેડ બ્રિજનો સમાવેશ થશે.

અમદાવાદના નવા રેલવે સ્ટેશનમાં, કુલ 31 લિફ્ટ, 10 લિફ્ટ લગેજ માટે રહેશે. જ્યારે કુલ 50 એસ્કેલેટર્સ દ્વારા મુસાફરોની આવન જાવન થશે. જે રીતેઅમદાવાદનુ રેલવે સ્ટેશન વિકસી રહ્યું છે અને ટ્રેનની સંખ્યા વધી રહી છે તેને ધ્યાને રાખીને રોજના 1 લાખ 20 હજાર જેટલા મુસાફરોની આવન જાવનને ધ્યાને રાખીને નવુ રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદનું આ નવુ રેલવે સ્ટેશન બુલેટ ટ્રેન અને વર્તમાનમાં દોડતી મેટ્રો ટ્રેનના સ્ટેશનને સાંકળી લેશે. સાથોસાથ સાંરગપુર ઓવરબ્રિજ અને કાલુપુર ઓવરબ્રિજને પણ નવા રેલ્વે સ્ટેશનની સાથે સાંકળી લેવાશે.

આ પ્રોજેક્ટ માત્ર સ્ટેશનની ક્ષમતાને ત્રણ લાખ દૈનિક મુસાફરો સુધી વધારશે એટલું જ નહીં પરંતુ તેને આધુનિક અને ઇકો-ફ્રેન્ડલી હબમાં પણ પરિવર્તિત કરશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *