Sarpanch Election Results: બુધવારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ (Sarpanch) અને સભ્યોની ચૂંટણીના પરિણામ (Election Results) આજે જાહેર થયા છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી જાહેર કરાયા સરપંચ (Sarpanch)
અરવલ્લીના મેઘરજમાં આવેલી પટેલના ધુંધા પંચાયતના વોર્ડ-6ની મતગણતરી દરમિયાન ટાઈ પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરાયા. વોર્ડ સભ્ય તરીકે રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા. અહીં લડનારા બંને ઉમેદવારોને 58-58 વોટ મળતાં ટાઈ પડી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
Gram Panchayat Election Result | માણસાના નાદરી ગામે ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર#Gujarat #Mansa #grampanchayat #electionresult #gujarat #sandeshnews pic.twitter.com/IwBTIEm7Bg
— Sandesh (@sandeshnews) June 25, 2025
ચિઠ્ઠી ઉછળીને સરપંચ નક્કે કરવાની ઘટના માણસાના નાદરી ગામે પણ બની હતી. જેમાં બે ઉમેદવારોને સરખા મત મળતા અધિકારીઓએ ચિઠ્ઠી ઉપાડીને હાર્દિકભાઈ બારોટને સરપંચ જાહેર કર્યા હતા. જોકે ગામના લોકોએ બન્ને ઉમેદવારો સાથે મળીને બન્ને ઉમેદવાર અઢી-અઢી વર્ષ સરપંચ તરીકે કાર્ય કરશે એવું નક્કે કર્યું હતું.

પિતાએ પુત્રને હરાવ્યો
ડાંગના ગલકુંડ ગ્રામપંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો. અહીં પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ હવે સરપંચ (Sarpanch) બની ગયા છે. પિતાએ 576 મતની લીડ સાથે પુત્રને પરાજિત કર્યો. ગલકુંડ આહવામાં આવેલ છે.

સરપંચ પદના (Sarpanch) ઉમેદવારને મળ્યો માત્ર 1 મત
વાપી જિલ્લાના છરવાલામાં સરપંચ પદ માટે ઉમેદવાર સંતોષ હળપતિને માત્ર એક મત મળ્યો હતો. જ્યારે હળપતિને ખબર પડી કે તેમના પરિવારના કોઈ સભ્યએ તેમને મત આપ્યો નથી, ત્યારે તેઓ મતગણતરી કેન્દ્ર પાસે રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે તેમને આશા હતી કે ઓછામાં ઓછું તેમના પત્ની સહિત તેમના પરિવારના લોકો તો તેમને મત આપ્યો જ હશે. ઉલ્લેખનીય છે કે સંતોષ હળપતિના પરિવારમાં કુલ 12 સભ્યો છે. હળપતિએ કહ્યું કે સ્થાનિક ચૂંટણીના પરિણામોથી તેઓ દુઃખી નથી. પરંતુ એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે પરિવારના 12 સભ્યોમાંથી કોઈએ તેમને મતદાન કર્યું નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉમેદવારને મળ્યા 0 મત
આણંદ જિલ્લામાં પ્રથમ ઘટનામાં એક ઉમેદવારને 0 મત મળ્યા હતા. આ ઘટના છે કઠોલ ગ્રામ પંચાયતની જ્યાં ઉમેદવાર કિરણકુમાર મકવાણાને ચૂંટણીમાં ઝીરો મત મળ્યો છે. આ આશ્ચર્યજનક ઘટનાથી ઉમેદવાર સહિત ગામના લોકો પણ આશ્ચર્યચકિત બન્યા છે. ઉલ્લેખની છે કે ગ્રામ પંચાયતની ચુંટણીઓ બેલેટ પેપરથી યોજાઈ હતી.

રાજ્ય ચૂંટણી પંચે મંગળવાર રાત સુધીમાં ગુજરાતની 8,686 ગ્રામ પંચાયતોમાંથી 6,481 ના પરિણામો જાહેર કર્યા હતા. ચૂંટણીઓ બે દિવસ પહેલા જ યોજાઈ હતી. પંચાયત ચૂંટણીમાં ઉમેદવારો કોઈ પક્ષની ટિકિટ પર નહીં, પણ વ્યક્તિગત રીતે ઉભા રહે છે. અહીં લોકો તેમના મતથી સરપંચ અને પંચાયત સભ્યોને ચૂંટે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો