એક તરફ વરસાદની ખેંચ જણાઈ રહી છે, જગતનો તાત વરસાદની રાહ કાગડોળે જોતો રહ્યો છે ત્યાં હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ પડવા બાબતે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરાવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ બાબતે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આજે વલસાડ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ,તાપી, નવસારી, નર્મદા, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સભાવના વ્યક્ત કરી છે. આજની આગાહી સિવાય હવામાન વિભાગે આવતીકાલે પણ નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરી છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર 17 સપ્ટેમ્બરે તાપી, નર્મદા, દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. 18 સપ્ટેમ્બરે ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા અને અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. 19 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ 17મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.