દરેક વ્યક્તિઓની પોતાના ભાવ અભિવ્યક્ત કરવાની રીત અલગ અલગ હોય છે . એ જ પ્રમાણે કલા પણ અભિવ્યક્તિની ખુબ આગવી તથા અસરકારક રીત છે.
શહેરના આર્ટિસ્ટસ દીપ્તિ વારા અને દિવ્યેશ વારા હંમેશા અવનવી રંગોળીઓ દ્વારા જુદા જુદા વિષયો પર પોતાની અભિવ્યક્તિ આપતા હોય છે.

દીપ્તિ વારા અને દિવ્યેશ વારા દ્વારા www.akrutirangoli.com નામે વેબસાઈટ ચલાવવામાં આવે છે . તેમને વિવિધ આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશન્સમાં અનેક એવોર્ડ મળેલ છે તથા તેઓએ ઘણાં દેશોમાં રંગોળી પર વર્કશોપ આપેલા છે.

તો અહીં આપણે જોઈએ તેમના દ્વારા કરવામાં આવેલ કોરોના તથા દિવાળી પરની અન્ય રંગોળીઓ.


