- બનાસકાંઠાની બનાસ ડેરી દ્વારા લોન્ચ કરાયું હતું “અમુલ મોતી”
- ફ્રીજ વગરના પરિવારો માટે આશીર્વાદરૂપ
- દુર્ગમ વિસ્તારોમાં લાંબા પ્રવાસ દરમિયાન પણ ઉપયોગી
અમુલને સંલગ્ન કામ કરતી બનાસકાંઠાની બનાસડેરી એ લોન્ચ કરી છે પોતાની નવી પ્રોડક્ટ, જેનું નામ છે અમુલ મોતી. બનાસડેરી અને અમૂલે દાવો કર્યો છે કે આ દૂધ ફ્રીજમાં રાખ્યા વગર પણ 90 દિવસ સુંધી બગડશે નહિ.
સ્પેશિયલ પાઉચથી થશે આ કમાલ

દાવો કરવામાં આવ્યો છે કે બનાસડેરીના સંશોધકોએ એ પ્રકારનું પાઉચ બનાવ્યું છે કે જેમાં લાંબા સમય સુંધી દૂધ મહીં બગડે.
અન્ય દૂધ ફ્રીજ વગર એક થી બે દિવસ અને ફ્રીજમાં મૂકીને વધુમાં વધુ 3 દિવસ વાપરી શકાય છે, જ્યારે અમુલ મોતી 90 દિવસ સુંધી ફ્રીજ વગર પણ રહી શકે છે.
સાબિત થશે આશીર્વાદરૂપ
જેમના ઘરમાં ફ્રીજની વ્યવસ્થા નથી એવા પરિવારો માટે અમુલ મોતી સાબિત થઈ રહ્યું છે આશીર્વાદરૂપ.
લાંબા પ્રવાસ દરમિયાન કે પર્વતારોહણ જેવા કાર્યોમાં પણ આ દૂધ સાથે રાખી શકશે.
કિંમત અને ઉપલબ્ધતા

અમુલ મોતી 450 એમએલ પાઉચની કિંમત છે 28 રૂપિયા જે અમુલ ગોલ્ડની આસપાસ જ છે.
અમુલ મોતી ભારતના લગભગ દરેક રાજ્યમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.