Spread the love

  • અમદાવાદ નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં કે જેમાં કોવિડ ૧૯ માટે વોર્ડ બનેલ હતો એમાં આગ લાગી.

  • આગ આજે વહેલી સવારે ૩:૩૦ આસ પાસ લાગી હતી જેમાં ૮ દર્દીઓના મોત થયા.

  • આગ આજે વહેલી સવારે ૩:૩૦ આસ પાસ લાગી હતી જેમાં ૮ દર્દીઓના મોત થયા.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે ૩:૩૦ વાગે અમદાવાદની કોવિડ ૧૯ ટ્રીટમેન્ટ આપતી એક પ્રાઇવેટ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી.

આ આગમાં ICU માં કોરોનાની ટ્રીટમેન્ટ લઈ રહેલા ૮ દર્દીઓના દુઃખદ મૃત્યુ થયાં. મૃતકોમાં ૫ પુરુષ અને ૩ મહિલા હતી.

અન્ય દર્દીઓને અન્યત્ર ખસેડાયા


આ દુઃખદ ઘટના બાદ શ્રેય હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહેલ અન્ય ૪૦ કોરોના દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.

પ્રાથમિક તપાસ


પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આગ ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટના કારણે લાગી છે. હજુવધુ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર ઘટનાની જાણ થતા તરત જ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં. એ બાદ મુખ્ય સ્વાસ્થ્ય મંત્રી જયંતિ રવિ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.

પ્રધાનમંત્રીએ મૃતકો માટે આર્થિક રાહત જાહેર કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘટના વિશે જાણ થતા એમણે ત્વરિત મુખ્યમંત્રી વિજયભાઈ અને અમદાવાદના મેયર બીજલબેનને કોલ કરીને ઘટનાની પુરી જાણકારી લીધી અને સાંત્વના આપી.

સાથે PMO તરફથી જાહેરાત કરાઈ છે કે દરેક મૃતકોને ૨ લાખ રૂપિયાની આર્થિક મદદ કરાશે અને દરેક ઘાયલને ૫૦,૦૦૦ સુંધીની મદદ કરાશે.




Spread the love

By Lincoln Sokhadia

Young and Bel Esprit Journalist with Bachelor in Science, Postgraduate diploma in Journalism and mass communication. Enthusiast with modern approaches, yet bounded with cultural ethos. Excellent and impartial writing skill. Hands on experience with research based exploring. Proponent of youth involvement in politics, history, literature and spiritual science.