ગુજરાત યુનિવર્સીટીની LD આર્ટ્સ કોલેજમાં કોલેજની ભૂલને કારણે મોટો હંગામો
- ઇન્ટર્નલ માર્ક્સની સામે કંઈક જુદું જ લખાઈ ગયું
- વિદ્યાર્થીઓએ અસાઈન્મેન્ટ જમા કરાવ્યા હોવા છતાંય શૂન્ય માર્ક્સ લખેલ આવ્યા
- ઇન્ચાર્જ પ્રિન્સિપલનો ખુલાસો કે ટેક્નિકલ ખામીને કારણે થઈ ભૂલ
અમદાવાદની LD આર્ટ્સ કોલેજમાં BA સેમ. 4 અને MA ના વિદ્યાર્થીઓના પરિણામમાં ભૂલ આવી છે.
વિદ્યાર્થીઓએ પોતાના એસાઇનમેન્ટસ જમા કરાવ્યા હોવા છતાંય એમની માર્કશીટ્સમાં ઇન્ટર્નલ માર્ક્સ શૂન્ય લખેલ આવ્યા.
જે બાદ કોલેજના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સામે પોતાની વાત મૂકી હતી.
ABVP એ વિદ્યાર્થીહિતમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને આપ્યું આવેદન
કોલેજના વિદ્યાર્થીઓએ ABVP સામે પોતાનો વિષય મૂકતાં , કુલદીપ દેસાઈ , ભૌમિક સોખડિયા અને અન્ય ABVP કાર્યકર્તાઓએ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. જેનીબેન રાઠોડ સામે રજુઆત કરીને આવેદન આપ્યું હતું.
ABVP એ ચીમકી આપી હતી કે જલ્દી વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે.
ડો. જેનીબેને જણાવ્યું હતું કે કોઈ કર્મચારીની ભૂલના કારણે આ ટેક્નિકલ એરર થઈ હતી જેના કારણે માર્કશીટમાં ભૂલ આવેલ છે.
ABVP એ વધુમાં માંગ કરેલ હતી કે જવાબદાર કર્મચારી વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવે.