વાયરલ વિડીયોથી (Viral Video) સોશ્યલ મીડિયા ઉભરાતુ હોય છે ક્યાંક કોઈ નૃત્ય કરે છે તો કોઇ પડી જાય છે, કોઈ કશુક વિચિત્ર કરતું દેખાય છે તો કોઇ અન્ય કશુંક. જોકે આ બધામાં ક્યારેક એવા વિડીયો જોવા મળી જાય છે કે જે હૃદયને સ્પર્શી જાય છે અને નિર્દોષ હાસ્ય કરાવી દે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાની બાળકીનો વીડિયો વાઈરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે બાળકીની ચોતરફ કૂતરાઓ જોવા મળી રહ્યા છે અને બાળકી નિર્ભય રીતે કૂતરાઓની વચ્ચે જ એક કૂતરાની પીઠ પર સવાર જોવા મળી રહી છે. બાળકીની આસબાસ કૂતરાઓની જાણે આખી સેના જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેડ થઈ રહ્યા છે.

વાયરલ વિડીયોમાં (Viral Video) જોવા મળી શાન કી સવારી
વાઈરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે એક બાળકી કૂતરાની પીઠ પર સવાર થઈને રસ્તો ઓળંગી રહી છે. અને તેની આસપાસ આગળ-પાછળ, જમણે-ડાબે દરેક ખૂણે કૂતરાઓની સેના એવી રીતે જતી જોવા મળી રહી છે કે જાણે આ કૂતરાઓ તેની સુરક્ષા કરી રહ્યા છે. બાળકીની આ રીતે કૂતરા પર સવારી અને તેની સાથેની મસ્તીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જો કે હજુ સુધી વાયરલ વિડીયોમાં (Viral Video) દેખાતી આ બાળકી કોણ છે તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ વીડિયો મુંબઈનો હોવાનું સામે આવ્યું છે.

આજકાલ એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે કે રખડતાં સહિત પાલતુ કુતરાઓએ નાના છોકરાઓ પર હુમલા કર્યો હોય પરંતુ આ બધાથી ઉલટું એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે કે જેણે લોકોનું દિલ જીતી લીધું છે. બાળકી એક નહિ પણ પૂરી કૂતરાઓની ફૌજ સાથે રમી રહી છે.
उस बच्ची ने कुछ तो कमाया है
— मुसाफिर🇮🇳 (@musafir_vj) May 21, 2025
जो बेजुबान उसको इतना प्यार कर रहे हैं
Z+security"🐕🦺 pic.twitter.com/z0vwD6u3xa
કોઈ ડર નથી, કોઈ ગભરાટ નથી. તે છોકરી શાહી શૈલીમાં રસ્તો ક્રોસ કરી રહી છે. થી તેની સુરક્ષા માટે કૂતરાઓ તૈનાત છે. જાણે તે ફક્ત VIP ની માતા નથી, પણ VVIP ની પણ છે. દ્રશ્ય એવું હતું કે કેટલાક લોકો કહેવા લાગ્યા, અરે ભાઈ, રાજકારણીઓ પાસે પણ આટલા બધા બોડીગાર્ડ નથી.
નોંધ : દેવલિપિ ન્યુઝ ચેતવણી આપે છે કે આ પ્રકારે સ્ટ્રીટ ડોગ અથવા શેરીમાં રખડતા કૂતરા સાથે વર્તન કરવું જોખમી બની શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] આ વીડિયો (Video) સોશ્યલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો […]
[…] માટે અથવા સોશિયલ મીડિયા પર ફોટો કે વીડિયો પોસ્ટ કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં […]