- સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં પોતાની તપાસનો વ્યાપ વધાર્યો છે NCB એ.
- રિયા ચક્રવર્તીની ધરપકડ અને પૂછતાછ બાદ એના તરફથી બોલિવુડના ઘણા મોટા નામ મળ્યા છે NCB ને.
- જે અંતર્ગત NCB એ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીતને સમન પાઠવ્યા છે.
સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસ સંલગ્ન ડ્રગ્સ કેસમાં પોતાની તપાસનો વ્યાપ વધારતા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ સમન પાઠવ્યો છે. NCB દીપિકાની શનિવારે પૂછપરછ કરશે.
આવામાં દીપિકાના પતિ અને બોલિવુડ અભિનેતા રણવીર સિંહે કથિત રીતે NCBને પૂછ્યું છે કે શું તેઓ બોલિવુડ ડ્રગ્સ મામલે પૂછપરછ દરમિયાન તેની પત્ની સાથે ઉપસ્થિત રહી શકે છે?
NCB ને શુ ભલામણ કરી રણવીર સિંહે?
NCBને આપેલી એક અરજીમાં રણવીર સિંહે કહ્યું છે કે દીપિકા પાદુકોણ ક્યારેક ક્યારેક ચિંતાગ્રસ્ત થઈ જાય છે, ગભરાય છે. આથી તેની સાથે રહેવા માટે મંજૂરી મળવી જોઈએ. રણવીરે કહ્યું કે તે કાયદાનું પાલન કરનાર નાગરિક છે અને જાણે છે કે દીપિકાની પૂછપરછ દરમિયાન તે ઉપસ્થિત રહી શકે નહીં પરંતુ આ તેની ભલામણ છે કે NCB કાર્યાલયની અંદર તેને જવાની મંજૂરી મળવી જોઈએ. જો કે હજુ સુધી રણવીર સિંહની અરજી પર NCB દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી.
પોતાના મેનેજર સાથેની ચેટના કારણે દીપિકા ફસાઈ
દીપિકા તેની ડ્રગ્સ ચેટના કારણે ફસાઈ. દીપિકા પાદુકોણ વિરુદ્ધ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોને એક ડ્રગ્સ ચેટ મળી હતી. આ ડ્રગ્સ ચેટ 28 ઓક્ટોબર 2017ની છે. આ તારીખ એટલા માટે પણ જરૂરી છે કારણ કે સૂત્રોના જણાવ્યાં મુજબ NCBને મળેલી આ ચેટમાં દીપિકા પોતાની મેનેજર કરિશ્મા પ્રકાશ પાસે હશીશ નામના ડ્રગ્સની માગણી કરે છે.
રિયા ચક્રવર્તીએ NCBને આપ્યા અનેક મોટા નામ
સૂત્રોના જણાવ્યાં મુજબ રિયા ચક્રવર્તીએ NCBને બોલિવુડના અનેક મોટા હીરા અને હીરોઈનના નામ આપ્યા હતા અને આ નામોમાં પહેલુ નામ હતું એક્ટર સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનનું.
સૂત્રોના જણાવ્યા મુજબ રિયાએ બીજુ નામ આપ્યું હતું અભિનેત્રી રકુલપ્રિત સિંહનું 2017માં રકુલપ્રિત સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ડ્રગ્સને તો સિસ્ટમમાંથી જ કાઢી મૂકવું જોઈએ. પરંતુ રકુલ પોતે ડ્રગ્સ કનેક્શનમાં ફસાઈ ગઈ.