- ભગવાન શિવના ધનુષના નામ “પિનાક” પરથી રાખવામા આવ્યું છે નામ.
- પિનાક ભારતના DRDO દ્વારા સ્વદેશમાં વિકસિત મલ્ટી બેરલ રોકેટ લોંચિંગ સિસ્ટમ છે.
- ભારત 2580 કરોડ રૂપિયાના ખર્ચે પિનાકની 6 રેજીમેંટ્સ તૈયાર કરશે.
ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા પિનાકની 6 રેજિમેન્ટ્સ ખરીદવામાં આવશે
એક તરફ પાકિસ્તાન તથા ચીન જેવા દુશ્મનો હોય ત્યારે ભારતે પોતાની સરહદોની સુરક્ષા માટે સતત સતર્ક રહેવું પડે. ભારતના સંરક્ષણ મંત્રાલયની એક્વિઝિશન વિંગે સોમવારે ભારતીય સેનાની આર્ટિલરી રેજિમેન્ટમાં નવી 6 પિનાક રેજિમેન્ટ્સ તૈનાત કરવાનો નિર્ણય કર્યો. સંરક્ષણ મંત્રાલયની એક્વિઝિશન વિંગ દ્વારા 6 પિનાક રેજિમેન્ટ્સ ઊભી કરવા સરકારી જાહેર ક્ષેત્રની કંપની ભારત અર્થ મુવર્સ લિમિટેડ તથા પ્રાઇવેટ ટાટા પાવર કંપની લિમિટેડ અને એલ એન્ડ ટીસાથે રૂપિયા 2580 કરોડનો કરાર કર્યો છે.
6 રેજિમેંટ્સમાં શું, કેટલી સંખ્યામાં ખરીદવામાં આવશે
આ 6 રેજિમેંટ્સમાં ઓટોમેટેડ ગણ એઈમિંગ એન્ડ પોઝિશનિંગ સિસ્ટમ ધરાવતા કુલ 114 લોંચર્સ તથા 45 કમાંડ પોસ્ટસ હશે જે ટાટા પાવર કંપની લિમિટેડ (TPCL) તથા એલ એન્ડ ટી (L&T) પાસેથી ખરીદવામાં આવશે. 330 વાહનો જાહેર ક્ષેત્રની કંપની ભારત અર્થ મુવર્સ લિમિટેડ (BEML) પાસેથી ખરીદવામાં આવશે.
પિનાકની રેજિમેંટ્સ ક્યાં અને ક્યારે ગોઠવવામાં આવશે
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર લગભગ 2024 સુધીમાં પિનાકની 6 રેજિમેંટ્સ મળી જાય અને એ જ વર્ષે સલામતી દળોમાં ઇન્ડકશન પણ થઈ જાય એવું આયોજન કરવામાં આવ્યું છે. પિનાક મલ્ટી બેરલ રોકેટ લોંચિંગ સિસ્ટમની નવીન 6 રેજિમેંટ્સને ઉત્તરીય તથા પુર્વીય સરહદે ગોઠવવામાં આવશે જેનાથી સેનાની તાકાતમાં વધારો થશે.
પિનાક DRDO દ્વારા વિકસિત સ્વદેશી સંરક્ષણ આયુધ

પિનાકના સંશોધન તથા વિકાસનું કર્યા DRDO દ્વારા 1980ના દાયકામાં રશિયાની મલ્ટી બેરલ રોકેટ લોંચિંગ સિસ્ટમ “ગ્રાડ” ના વિકલ્પ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. 1990ના દાયકામાં પિનાક માર્ક -1ના પરીક્ષણો પૂર્ણ કરવામાંઆવ્યા હતા. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેના દ્વારા પિનાકનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2000 ના દાયકામાં પિનાકની ઘણી રેજિમેંટ્સ આવી.
પિનાક એટલે દુશ્મનનો કાળ
પિનાક એક મલ્ટી બેરલ રોકેટ લોંચિંગ સિસ્ટમ (MBRLS) છે. પિનાકની રોકેટ મારક ક્ષમતા અદ્ભુત ગણાય તેવી છે કારણકે પિનાક માત્ર 44 સેકંડ્સમાં 12 રોકેટ્સ પ્રક્ષેપણની ક્ષમતા ધરાવે છે. તેની એક સિસ્ટમની બેટરીમાં 6 લોન્ચ વાહન, લોડર સિસ્ટમ, રડાર તથા કમાન્ડ પોસ્ટ સાથે જોડાયેલી નેટવર્ક સિસ્ટમ હોય છે. પિનાકની એક બૅટરી એક પછી એક કિલોમીટર વિસ્તારમાંથી દુશ્મનોનો ખાતમો બોલાવી શકે છે. આર્ટિલરી યુદ્ધમાં ચાવીરૂપ બાબત એ ગણાય કે મારીને ભાગી જવું પિનાક આ બાબતે અદ્ભુત રીતે કાર્ય કરી શકે છે. દુશ્મનને નિશાન બનાવીને બીજી જ ક્ષણે પિનાક પોતાનું સ્થાન બદલી લેવામાં સક્ષમ છે જેથી પોતે દુશ્મનનું નિશાન ણ બની જાય.
પિનાક માર્ક-1 અને માર્ક-2 બે વર્ઝન
ભારત પાસે પિનાકના બે વર્ઝન છે. 1. પિનાક માર્ક 1 અને 2. પિનાક માર્ક 2. પિનાક માર્ક 1 40 કિલોમીટરની રેન્જ ધરાવે છે તથા પિનાક માર્ક 2 75 કિલોમીટરના વિસ્તારમાં અચૂક પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. 2010 બાદ DRDO દ્વારા પોખરણમાં પિનાક માર્ક 2 ના અનેક સફળ પરીક્ષણો કરવામાં કરવામાં આવ્યા હતા. DRDO દ્વારા પિનાક માર્ક 2 નું હમણાં જ સફળ કરવામાં આવ્યું હતું.
પિનાક માર્ક 2 ને મોડીફાય કરવામાં આવ્યું

પિનાક માર્ક 2 વર્ઝનને આધુનિક નેવીગશન, કંટ્રોલ તથા ગાઈડન્સથી સજ્જ કરીને ગાઈડેડ મિસાઇલ સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવ્યું છે જેનાથી પિનાક મારક રેન્જ તથા નિશાન ભેદવાની ક્ષમતા અચૂક બની છે. પિનાક માર્ક 2 ની નેવીગશન સિસ્ટમ ભારત દ્વારા વિકસાવવામાં આવેલી પોતાની GPS સિસ્ટમના સેટેલાઈટ સાથે જોડાયેલી છે. આર્ટિલરી ગનના રોકેટની નિશાન ભેદવાની ક્ષમતાની સરખામણીમાં ગાઈડેડ નેવીગશન સિસ્ટમથી સજ્જ રોકેટની નિશાન ભેદવાની ક્ષમતા વધારે હોય છે. ભારતીય સેનામાં પિનાક માર્ક 2 ઉમેરાતા “નેટવર્ક સેંટ્રિક વોરફેર” માં ભારતનો હાથ તેના દુશ્મનો કરતાં ઉપર રહેશે.