Spread the love

શટડાઉનની સ્થિતિ અમેરિકા માટે ગંભીર આર્થિક અને વહીવટી સંકટ પેદા કરી શકે છે. આનાથી ન માત્ર સરકારના કામકાજને અસર થશે પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રની છબી પર પણ ઊંડી અસર પડશે.

અમેરિકા હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતા નાણા નથી. સ્થિતિ શટડાઉન સુધી પહોંચી ગઈ છે. ભંડોળ મેળવવા માટે, યુએસ સંસદમાં ગુરુવારે (19 ડિસેમ્બર) રાત્રે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થન આપ્યું હતું જો કે આ બિલ સંસદમાં નિષ્ફળ ગયું.

શટડાઉન રોકવાના ઉદ્દેશ્ય સાથે ગુરુવારે રાત્રે સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવિત બિલને ટ્રમ્પે સમર્થન આપ્યું હતું. જોકે, વિપક્ષી ડેમોક્રેટ્સે તેનો જોરદાર વિરોધ કર્યો હતો અને પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. ડેમોક્રેટ્સ ટ્રમ્પના કાર્યકાળના પ્રથમ વર્ષમાં તેમને કોઈ રાજકીય લાભ મળે તે નથી ઇચ્છતા, જેના કારણે તેઓએ આ બિલનો વિરોધ કર્યો હતો.

ટ્રમ્પના પક્ષમાં પણ વિરોધ

આ બિલનો વિરોધ માત્ર ડેમોક્રેટ્સે જ નહીં પરંતુ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ પણ કર્યો હતો. રિપબ્લિકન પાર્ટીના 38 સાંસદોએ પણ બિલની વિરુદ્ધ વોટ કર્યો હતો. આ બિલને સંસદમાં 174-235ના માર્જિનથી ફગાવી દેવામાં આવ્યું હતું.

બિલ પાસ કરવું શા માટે મહત્વનું છે?

અમેરિકાને તેના ખર્ચને પહોંચી વળવા માટે ભંડોળની જરૂર છે. આ ફંડ ઋણ દ્વારા એકત્ર કરવામાં આવે છે, જેના માટે સંસદમાં બિલ પસાર કરવામાં આવે છે. આ વખતે પ્રસ્તાવિત બિલ ટ્રમ્પના સમર્થનથી રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પસાર થઈ શક્યું ન હતું. આનો અર્થ એ થયો કે યુએસ સરકાર તેના ખર્ચ માટે જરૂરી ભંડોળ મેળવી શકશે નહીં. સરકાર આ ભંડોળમાંથી સરકારી કર્મચારીઓના પગાર અને અન્ય વહીવટી ખર્ચને પહોંચી વળે છે. જો બિલ પાસ નહીં થાય તો સરકારી કામકાજ અટકી જશે અને શટડાઉનની સ્થિતિ સર્જાશે.

શટડાઉન ખતરો

સરકાર પાસે શટડાઉન રોકવા માટે શુક્રવાર રાત સુધીનો સમય છે. જો આ બિલ સમયસર પસાર નહીં થાય તો અમેરિકામાં શટડાઉન જાહેર કરવામાં આવશે. જેની સીધી અસર અમેરિકન અર્થતંત્ર અને વહીવટીતંત્ર પર પડશે.

ભંડોળ પૂરું પાડવાનો પ્રસ્તાવ

આ બિલમાં માર્ચ સુધી સરકારી ખર્ચ માટે ભંડોળ પૂરું પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આપદા રાહત માટે $100 બિલિયન પ્રદાન કરવાની અને બે વર્ષ માટે ઋણની મર્યાદા વધારવાની યોજના હતી. ગત વખતે જ્યારે આ જ પ્રકારનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રમ્પ અને એલોન મસ્કે તેનો વિરોધ કર્યો હતો.

શટડાઉનની સંભવિત અસરો

જો શટડાઉન થશે તો અમેરિકાની સમગ્ર સંઘીય વ્યવસ્થા પ્રભાવિત થશે.

સરકારી કર્મચારીઓ પર અસરઃ લગભગ 20 લાખ સરકારી કર્મચારીઓને તેમનો પગાર નહીં મળે અને તેમને રજા પર મોકલી દેવામાં આવશે.

સંસ્થાઓ બંધઃ અનેક સરકારી સંસ્થાઓને અસ્થાયી રૂપે બંધ કરવાની નોબત આવશે.

એરપોર્ટ ટ્રાફિક: એરપોર્ટ ઉપર વધારે ટ્રાફિકનો સામનો કરવો પડશે.

આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ કાયદા અને સુરક્ષા સંબંધિત વિભાગના કર્મચારીઓ જ કામ ચાલુ રાખશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *