વકફ (સુધારા) બિલ અંગે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે તેના પર કામ કરી રહેલી સમિતિ સારી પ્રગતિ કરી રહી છે અને તેના પરિણામો ટૂંક સમયમાં આવશે. કેન્દ્રીય કાયદા મંત્રી મેઘવાલે મંગળવારે (14 જાન્યુઆરી, 2025) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત મેગેઝિન “પાંચજન્ય” ના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે મોદી સરકારે વકફ બિલને લઈને મોટો નિર્ણય લીધો છે.
નાબૂદ થશે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ?
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વખતે, કેન્દ્રીય પ્રધાને પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ પર આ મામલો ન્યાયાધીન છે તેમ કહી ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો જોકે કહ્યું કે જો પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ પર આ મામલે સુપ્રીમ કોર્ટ કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવા કહેશે તો કેન્દ્ર “રાષ્ટ્રીય હિતમાં” એફિડેવિટ રજૂ કરશે. વકફ બિલ પરના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે એક “મોટો નિર્ણય” લીધો અને બિલ લાવવામાં આવ્યું. આ બિલ કેન્દ્રીય કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
STORY | Work on Waqf Bill progressing at good pace, positive results will come soon: Law Minister Arjun Ram Meghwal
— Press Trust of India (@PTI_News) January 14, 2025
READ: https://t.co/TPrxtTrWCH pic.twitter.com/na5uARqnJO
વકફ (સુધારા) બિલ અંગે અત્યાર સુધી શું પ્રગતિ થઈ?
વક્ફ બોર્ડ ભારતની ત્રીજી સૌથી વધુ સંપત્તિ ધરાવતી સંસ્થા છે. સંરક્ષણ મંત્રાલય અને ભારતીય રેલ્વે બાદ જો કોઈની પાસે તેના નિયંત્રણ હેઠળ સૌથી વધુ મિલકતો છે તો તે વક્ફ બોર્ડ છે. વકફ પાસે 8.72 લાખ મિલકતો છે અને કુલ 9.4 લાખ એકર જમીનમાં ફેલાયેલી 3.56 લાખ મિલકતો છે. સરકારનો દાવો છે કે જૂના કાયદામાં કેટલીક ખામીઓ છે જેને સુધારીને લોકસભામાં આ બિલ રજૂ કર્યા બાદ તેને જેપીસીમાં મોકલવામાં આવ્યું હતું. હવે જેપીસીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
કોણ કોણ છે જેપીસીના સદસ્ય?
જેપીસીમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો એમ કુલ 31 સભ્યો છે. લોકસભાના સભ્યોમાં જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, સંજય જયસ્વાલ, અસદુદ્દીન ઓવૈસી, અરુણ ભારતી, અરવિંદ સાવંત અને અન્ય નેતાઓનો સમાવેશ થાય છે. બ્રિજલાલ, ડૉ. મેધા વિશ્રામ કુલકર્ણી, ગુલામ અલી, સંજય સિંહ, મોહમ્મદ અબ્દુલ્લા, વી વિજયસાઈ રેડ્ડી, રાધા મોહન દાસ અગ્રવાલ, સૈયદ નસીર હુસૈન જેવા રાજ્યસભાના નેતાઓ છે.