વારયલ વિડીયો (Viral Video) ઘણી વખતે અચરજ ઉભુ કરતા હોય છે તો ક્યારેક અચરજ દૂર કરતા હોય છે. જોકે વાયરલ વિડીયોનું (Viral Video) વિશ્વ અનોખુ છે જ્યાં કોઈ નિયમ નથી, વિષયની કોઈ મર્યાદા નથી, કયો વિડીયો ક્યારે વાયરલ થઈ જશે એની કોઇ જાણકારી વિડીયો બનાવનારને પણ હોતી નથી. વિડીયો માત્ર લોકોને ગમવો જોઈએ એને વાયરલ થતા વાર નથી લાગતી.
તાજેતરમાં એક વિડીયો સોશ્યલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અચંબિત થઈને આ વિડીયો ન જોઈ રહ્યા છે સાથે સાથે આશ્ચર્ય પામી રહ્યા છે. વાયરલ વિડીયોમાં (Viral Video) એક સાપ પાણીની બોટલમાંથી ઘટક ઘટક પાણી પીતો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે સાપ પાણી પીતો જોવા મળતો નથી ત્યારે આ પ્રકારે બોટલમાંથી પાણી પીતો સાપ જોઈને લોકો ન માત્ર આશ્ચર્ય પામી રહ્યા છે સાથે સાથે શેર પણ કરી રહ્યા છે.

તરસ્યા સાપે બોટલમાંથી પીધું પાણી વાયરલ વિડીયો (Viral Video)
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ વાયરલ વિડીયોમાં (Viral Video) એક યુવાન વ્યક્તિ પોતાની પાણીની બોટલ પકડીને ઉભો રહેલો જોઇ શકાય છે. એ યુવાનની પાસે એક સાપ ઉંચો, ઉભો થયેલો દેખાય છે. સાપ ઝેરી છે કે નહી તેની જાણકારી નથી પરંતુ એ યુવાન આરામથી પોતાની પાણીની બોટલમાંથી સાપને સહજતાથી પાણી પીવડાવી રહ્યો છે.

વાયરલ વિડીયોમાં (Viral Video) સ્પષ્ટ દેખાય છે કે યુવાનના હાથમાં રહેલી પાણીની બોટલમાંથી સાપ ઉભો થઈને સહજતાથી ઘુંટડા ભરી રહ્યો છે. સાપને પાણી પીવડાવી રહેલા યુવાનના ચહેરા ઉપર જરાક પણ ભય દેખાતો નથી પરંતુ કોઈ સત્કાર્ય કરતો હોવાનો સંતોશ દેખાઇ રહ્યો છે જ્યારે સાપ જે રીતે અટક્યા વગર ઘુંટડા ભરી ભરીને બોટલમાંથી પાણી પી રહ્યો છે તે જોતા તે ખુબ તરસ્યો હશે એવું લાગે છે.

વાયરલ વિડીયોમાં (Viral Video) જેમ સાપને બોટલમાંથી પાણી પીવડાવી રહેલો યુવાન ભયભીત નથી દેખાતો એવી જ્બ રીતે સાપ પણ નિર્ભય થઈને શાંતિથી પાણીના ઘુંટડા ભરી રહ્યો છે. સાપના ગળામાં દેખાઇ આવે છે કે તે ઘટક ઘટક ઘુંટડા ભરી રહ્યો છે.
Snake drinking from man's cup pic.twitter.com/ryGl7mB1vT
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 8, 2024
આ પ્રકારના વાયરલ વિડીયો (Viral Video) પ્રાણી, જીવ-જંતુ સાથેનો માનવીનો સંબંધ દર્શાવે છે. આ પ્રકરના વિડીયો દર્શાવે છે કે જો સ્નેહ દેખાડવામાં આવે તો સ્નેહ સમક્ષ સાપ પણ નત મસ્તક થઈ જાય છે. આ વાયરલ વિડીયો (Viral Video) અત્યાર સુધીમાં 3.5 મિલિયન લોકોએ જોયો છે અને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.
ચેતવણી: દેવલિપિ ન્યુઝ તેના દર્શકોને ચેતવે છે કે આ પ્રકારના વિડીયો જેવો પ્રયાસ કરવો જોખમી બની શકે છે.
[…] વર્તમાન સમયમાં આ પ્રકારના કિસ્સાના વિડીયો વાયરલ (Viral Video) થઈ જાય છે. દક્ષિણ આફ્રિકા અને […]