ન્યુઝીલેન્ડના 21 વર્ષીય સૌથી યુવા સાંસદ રિતિ મિપાય-ક્લાર્કે એક ઉત્તમ ભાષણ આપ્યું હતુ પોતાનુ આ વક્તવ્ય આપતી વખતે રિતિ મિપાય-ક્લાર્કે પરંપરાગત નૃત્ય કર્યું હતું. રિતિ મિપાય-ક્લાર્કના પરંપરાગત નૃત્ય સાથેના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ન્યુઝીલેન્ડની સંસદમાં હાના-રહીતી માઇપે-ક્લાર્ક નામના સૌથી યુવાન એવા માત્ર 21 વર્ષીય સાંસદ છે. NZ હેરાલ્ડના અહેવાલ મુજબ, 21 વર્ષની હાના-રહીતી માઇપે-ક્લાર્ક, 1853 પછી એઓટેરોઆમાં સૌથી નાની વય સાંસદ બન્યા બાદ 170 વર્ષના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડના સૌથી નાની વયના સાંસદ છે. તેમણે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારી મહિલા સાંસદ નાનિયા મહુતાને હરાવીને સાંસદ બન્યા છે. તાજેતરમાં હાના-રહીતી તેમના ન્યુઝીલેન્ડની સંસદમાં આપેલા ભાષણના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને કારણે સમાચારમાં છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાના-રહીતી મિપાય-ક્લાર્ક પરંપરાગત નૃત્ય કરી રહ્યા છે અને નૃત્ય કરતી વખતે તે ખૂબ ગુસ્સે હોય તેવું દેખાય છે. ન્યુઝીલેન્ડના સાંસદ હાના-રહીતીએ પોતાના સંસદમાં આપેલા ભાષણ વખેત જે નૃત્ય કર્યુ તેનું ‘હકા’ અને તે ન્યુઝીલેન્ડનું પરંપરાગત યુદ્ધ ગીત છે જે યુદ્ધ વખતની લાગણી સાથે ગવાય છે.
ન્યુઝીલેન્ડના સાંસદ હાના-રહીતી માઇપે-ક્લાર્કે ગયા મહિને સંસદમાં ભાષણ આપ્યું હતું અને હાલમાં જ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલો વિડિઓ તેનો જ એક ભાગ છેજે ખુબ વાયરલ થઈ રહ્યો છે. હાના-રહીતી માઇપે-ક્લાર્કનો આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. તેના પર ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે.
હાકા નૃત્યની ઉત્પત્તિ અને તેનું મહત્વ શું છે?
હાકા એ ન્યુઝીલેન્ડના પ્રાચીન યુદ્ધ નૃત્યનો એક પ્રકાર છે. જે પૂરી તાકાત અને અભિવ્યક્તિ સાથે રજૂ કરવામાં આવે છે. હાકા નૃત્ય આદિજાતિના ગૌરવ, શક્તિ અને એકતાનું ઉગ્ર પ્રદર્શન છે. હકાની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને માઓરી લોકો તેનું પ્રદર્શન કરતી વખતે શું કહે છે તે જાણવું રસપ્રદ રહેશે.
માઓરી જનજાતિ ન્યુઝીલેન્ડની મુળ આદિવાસી પ્રજા છે અને તેમની પૌરાણિક કથાઓ અનુસાર, સૂર્ય દેવતાનું નામ તામા-નુઇ-તે-રા છે જેમને બે પત્નીઓ હતી – હિને-રૌમતી અને હિને ટાકુરુઆ. હિને-રૌમતી ઉનાળાની ઋતુની દેવી હતી અને હિને ટાકુરુઆ શિયાળાની ઋતુની દેવી હતી. તમ-નુઇ-ટુ-રા ને હિને-રૌમતીથી એક બાળક હતું. જેને તાને-રોર નામ આપવામાં આવ્યું હતું. હાકા નૃત્યની ઉત્પત્તિ તાને-રોરને આભારી છે. તાને-રોર તેની માતા માટે નૃત્ય કરતી. જેના કારણે હવામાં કંપન જોવા મળે છે જે ઉનાળાની ગરમીના દિવસોમાં જોવા મળે છે. આ કંપન હાકામાં ધ્રૂજતા હાથના હાવભાવ દ્વારા દર્શાવવામાં આવે છે.
હાકા પરંપરાગત રીતે આગંતુક આદિવાસીઓને આવકારવાનો એક પ્રકાર છે. આ સિવાય તે યુદ્ધમાં જતી વખતે યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા માટે પણ ગાવામાં આવતું હતુ. હાકા નૃત્ય શારીરિક પરાક્રમનું પરંપરાગત પ્રદર્શન ઉપરાંત, તે સાંસ્કૃતિક ગૌરવ, શક્તિ અને એકતાનું પ્રતીક પણ હતું.
હાકા નૃત્યમાં મોટેથી બૂમો પાડવાની સાથે પગને જમીન ઉપર જોરથી પછાડવા, જીભ બહાર કાઢીને અને શરીરને ચોક્કસ લયમાં ધ્રુજાવવાનો સમાવેશ થાય છે. જોકે આદિવાસી વિસ્તાર પ્રમાણે હાકા બદલાય છે. ઘણી હાકા ન્યુઝીલેન્ડની જનજાતિના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટનાઓની કહાણી સંભાળાવતી હોય છે. હાકાના જુદા જુદા સ્વરૂપો પણ છે કેટલાક સ્વરુપમાં આ નૃત્ય શસ્ત્રો સાથે કરવામાં આવે છે.
આજે હકા આદરના સંકેત તરીકે કરવામાં આવે છે. તે રમતગમતના કાર્યક્રમો, લગ્નો, અંતિમ સંસ્કાર અને પોહિરી (પરંપરાગત સ્વાગત) જેવા મહત્વપૂર્ણ પ્રસંગોએ કરવામાં આવે છે.
હાકા માઓરી યોદ્ધા વડા રૌપરાહા દ્વારા 1800 ના દાયકાની શરૂઆતમાં રચવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ન્યુઝીલેન્ડ ટીમનું પ્રસિદ્ધ હાકા
હકાની ખ્યાતિમાં સૌથી મોટો ફાળો ન્યુઝીલેન્ડની રગ્બી ટીમે આપ્યો હોવાનું કહેવાય છે. રગ્બી ટીમ તેની મેચ પહેલા મેદાન પર હાકા કરતી હોય છે. આ વલણ 100 વર્ષથી વધુ સમયથી સતત ચાલી રહ્યું છે. ન્યૂઝીલેન્ડની પ્રથમ પ્રતિનિધિ રગ્બી ટીમ જેને ધ નેટિવ્સ તરીકે ઓળખવામાં આવે છે, તેણે 1888-89માં બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મેદાન પર હકાનું પ્રદર્શન કર્યું હતું.
ન્યુઝીલેન્ડની રગ્બી ટીમ માત્ર વિદેશમાં રમાતી મેચોમાં જ હાકાનું નૃત્ય કરતી હતી. હાકાને 1986થી ડોમેસ્ટિક મેચોમાં સામેલ કરવાની શરૂઆત થઈ હતી. તેમના હાકાની શરૂઆતની પંક્તિઓ છે – ‘કા મેટ, કા મેટ, કા ઓરા, કા ઓરા’. જેનો અર્થ છે- ‘હું મરીશ, હું મરીશ, હું જીવું છું, હું જીવું છું’.
ન્યુઝીલેન્ડની રગ્બી ટીમ 2006 સુધી ‘કા મેટ, કા મેટ’ના નારા લગાવતી હતી. બાદમાં વિવાદને કારણે આ હકામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા.