ઉદયપુર ફાઈલ્સ (Udaipur Files) ફિલ્મ જે કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત છે તેને રિલીઝ પહેલા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં બંધારણીય લડાઈનો સામનો કરવો પડ્યો હતો. કન્હૈયાલાલ સાહુના દીકરા યશ અને તરુણ પણ ફિલ્મ જોવા આવ્યા હતા, જ્યારે ફિલ્મમાં કન્હૈયાલાલની ગરદન કાપવાનો દ્રશ્ય આવ્યું ત્યારે બંને ભાઈઓ પોતાના આંસુ રોકી શક્યા નહોતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
રાજસ્થાનમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા નિર્મમ રીતે કરાયેલી કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત આ ફિલ્મ ઉદયપુર ફાઈલ્સ (Udaipur Files) દેશભરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની રિલીઝ રોકવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘણા કાપ પછી, આખરે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે.

ઉદયપુરના અર્બન સ્ક્વેર મોલમાં મૃતક કન્હૈયાલાલ સાહુના પુત્રો યશ અને તરુણ પણ આ ફિલ્મ જોવા આવ્યા હતા. જ્યારે ફિલ્મમાં અધમ મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા કન્હૈયાલાલની ગરદન કાપી નાખી તે દ્રશ્ય આવ્યું ત્યારે બંને પુત્રો પોતાના આંસુ રોકી શક્યા નહોતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા . આ દરમિયાન, ફિલ્મના નિર્માતાએ પણ એક મોટી જાહેરાત કરી છે.

નિર્માતા અમિત જાનીએ સોશિયલ મીડિયા પર કન્હૈયાલાલના પુત્રોનો રડતો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે લોકોને ફિલ્મને હિટ બનાવવા અપીલ કરી છે. નિર્માતાએ જાહેરાત કરી છે કે ઉદયપુર ફાઇલ્સના પૈસા કન્હૈયાના પરિવારને જશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નિર્માતાએ પોસ્ટ કરીને લખ્યું કે તે કન્હૈયાલાલ જીનો દીકરો છે, ભાઈઓ, તેમના આંસુઓની કિંમત સમજો નહીંતર તમે ફક્ત સૈય્યારાને હિટ બનાવશો… મને એક અઠવાડિયામાં એટલું કલેક્શન જોઈએ છે કે હું તેમના પરિવારને 50 કરોડનો ચેક આપી શકું. જેની કમાણી વીંછી ખાવાનો વીડિયો બનાવનારાઓને ગઈ તે સુપરહીટ થઈ ગઈ જ્યારે ઉદયપુર ફાઈલ્સના પૈસા કન્હૈયાલાલ જીના પરિવારને જશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ये कन्हैयालाल जी का बेटा है, इनके आंसुओं की कीमत समझ लेना भाइयों या बस सैयारा को ही हिट करोगे…इतना कलेक्शन चाहिए एक हफ्ते में कि मैं इनके परिवार को 50 करोड़ का चेक दे सकूँ..जिसकी कमाई बिच्छु खाकर वीडियो बनाने वालों को गयी वो सुपर हिट हो गयी उदयपुर फाइल्स का पैसा तो कन्हैयालाल… pic.twitter.com/wR12cSeEd8
— Amit Jani (@AmitJaniIND) August 8, 2025
ફિલ્મનો કેસ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો હતો
ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત આ ફિલ્મ ઉદયપુર ફાઈલ્સને (Udaipur Files) રિલીઝ પહેલા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં સુનાવણીનો સામનો કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ ફિલ્મમાંથી ઘણા દ્રશ્યો દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે. હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તેનો નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડી દીધો હતો, ત્યારબાદ ફિલ્મ 8 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી.

ઉદયપુર ફાઈલ્સ (Udaipur Files) શેના વિશે બનેલી છે?
જૂન 2022 માં રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં હોબાળો મચાવ્યો હતો. તે સમયે, ભાજપના પ્રવક્તા નુપુર શર્માના નિવેદન પર ઘણો વિવાદ થયો હતો. કન્હૈયાલાલે સોશિયલ મીડિયા પર નુપુરને સમર્થન આપતી એક પોસ્ટ શેર કરી હતી, ત્યારબાદ મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસ નામના બે ક્ટ્ટરવાદીઓએ તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો