અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે જેના હેઠળ અમેરિકા 69 દેશો અને 27 સભ્યોવાળા યુરોપિયન યુનિયન (EU) પર આયાત ટેરિફ (Tariff) લાદશે. આ ઓર્ડર પર ગુરુવારે મોડી રાત્રે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તે 7 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. ભારત પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ (Tariff) લાદવામાં આવનાર હતા તે હવે 7 ઓગસ્ટથી લાગુ થશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે તે યાદીમાં ન હોય તેવા દેશો પર 10 ટકાનો ડિફોલ્ટ ટેરિફ દર (Default Tariff rate) લાગુ પડશે. અહેવાલ મુજબ, ટ્રમ્પની (Trump) આ પહેલ “પારસ્પરિક” વેપાર સંબંધોને મજબૂત બનાવવાની તેમની વ્યૂહરચનાનો એક ભાગ છે. ઘણા દેશોએ તેમના ટેરિફ (Tariff) દરોમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જ્યારે કેટલાક દેશોએ છેલ્લી ઘડીની સમજૂતી દ્વારા ભારે ડ્યુટી ટાળી છે.

કયા કારણે ટ્રમ્પે (Trump) તારીખ લંબાવી
વ્હાઈટ હાઉસે (White House) શુક્રવારની સમયમર્યાદા નક્કી કરી હતી, જેના કારણે ઘણા દેશો પર છેલ્લી ઘડીના સોદા કરવા અથવા કડક ટેરિફનો (Tariff) સામનો કરવા દબાણ હતું. વરિષ્ઠ વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા ટેરિફ શેડ્યૂલને (Tariff Schedule) વધુ સારી રીતે સમાયોજિત કરવા માટે 7 ઓગસ્ટ સુધી ટેરિફ (Tariff) લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટ્રમ્પે (Trump) નાખેલા ટેરિફમાં (Tariff) સૌથી વધુ ટેરિફ દર ધરાવતા દેશોમાં સીરિયા (Syria) ઉપર 41%, સ્વિટ્ઝર્લૅન્ડ (Switzerland) ઉપર 39%, લાઓસ (Laos) અને મ્યાનમાર (Myanmar) ઉપર 40%, ઈરાક (Iraq) અને સર્બિયા (Serbia) ઉપર 35%, લિબિયા (Libya) અને અલ્જેરિયા (Algeria) ઉપર 30%નો સમાવેશ થાય છે. તાઈવાન (Taiwan), ભારત અને વિયેતનામ (Vietnam) જેવા દેશોમાં 20 થી 25 ટકાની વચ્ચે ટેરિફ દર લાગુ પડશે.
#BREAKING | Deadline for new US tariffs extended by 7 days, modified tariffs to come into effect from August 7
— Republic (@republic) August 1, 2025
Tune in to LIVE TV for all the fastest #BREAKING alerts – https://t.co/VaFAyI2OBF pic.twitter.com/M49VPlScy1

ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) આ નવા ઓર્ડરની વૈશ્વિક વેપાર પર ઊંડી અસર પડી શકે છે, કારણ કે અમેરિકા (America) તેના વેપાર ભાગીદારો (Trade Partner) સાથે સમાન અને ફાયદાકારક સમજૂતીની માંગ કરી રહ્યું છે. અગાઉ પણ, વિવિધ દેશો સાથેના વેપાર વિવાદોને કારણે અમેરિકાએ (America) ટેરિફમાં (Tariff) વધારો કર્યો હતો, અને આ પગલું તે નીતિઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] એવું અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ટ્રમ્પે (Trump) કહેતા સરકારી સૂત્રોએ જણાવ્યું હતું […]