Trump Tariff
Spread the love

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની (Trump Tariff) અસર ભારતીય શેર બજાર પર અત્યંત ભયાનક રીતે જોવા મળી રહી છે. સોમવારે ભારતીય શેરબજારમાં 3000 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફની (Trump Tariff) અસર માત્ર ભારતીય બજાર પર જ નહીં પરંતુ વિશ્વભરના શેરબજારો પર પણ જોવા મળી રહી છે. સર્વત્ર ભારે ઘટાડો જોવા મળ્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની (Trump Tariff) જાહેરાત બાદ વિશ્વભરના શેરબજારોમાં હાહાકાર મચી ગયો છે. જેની અસર ભારતીય શેર માર્કેટ ઉપર પણ જોવા મળી છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારોમાં પણ જોરદાર કડાકો જોવા મળતા સેન્સેક્સ 3000થી વધુ પોઈન્ટ અને નિફ્ટી પણ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.

આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આરબીઆઈની દ્વિ-માસિક નાણાકીય નીતિ આ સપ્તાહના મધ્યમાં જાહેર કરવામાં આવનાર છે, ત્યારબાદ IT અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) દ્વારા ચોથા ક્વાર્ટરની અધિકૃત આવકની જાહેરાત કરવામાં આવશે.

રોકાણકારોના રૂ. 19 લાખ કરોડથી વધુ સ્વાહા

શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે પરિણામે શેરબજારના રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આંકડાઓ પર નજર કરીએ તો 5 મિનિટમાં રોકાણકારોને 19 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન વેઠવું પડ્યું હતું. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે BSEનું માર્કેટ કેપ રૂ. 4,03,34,886.46 કરોડ હતું, જે સોમવારે સવારે 9.20 વાગ્યે ઘટીને રૂ. 3,83,95,173.56 કરોડ થઈ ગયું હતું.

રોકાણકારોને 5 મિનિટમાં 19,39,712.9 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટ્રેડિંગ સેશન દરમિયાન આ નુકસાન વધવાની આશંકા દર્શાવાઈ રહી છે. વાસ્તવમાં અમેરિકન ટેરિફની (Trump Tariff) અસર માત્ર ભારતીય બજાર પર જ નહીં પરંતુ વિશ્વભરના શેરબજારો પર પણ જોવા મળી રહી છે. સર્વત્ર ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયા, જાપાન અને તાઈવાનના બજારોમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

ટ્રમ્પના ટેરિફ (Trump Tariff) બાદ વૈશ્વિક શેરબજારોમાં ભારે કડાકો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલા ટેરિફના (Trump Tariff) પરિણામે સમગ્ર વિશ્વના શેર માર્કેટમાં હાહાકાર વ્યાપી ગયો છે. માર્કેટમાં સર્વત્ર કડાકો જોવા મળ્યો હતો. જાપાનના શેરબજારમાં લગભગ 20%, તાઈવાનના શેરબજારમાં 15%, ઑસ્ટ્રેલિયન શેર માર્કેટમાં 6%, સિંગાપોર એક્સચેન્જ માર્કેટ 7% થી વધુ, શાંઘાઈ ક્રૂડ ઓઈલમાં 7%, હોંગકોંગનું હેંગસેંગ ઈન્ડેક્સ માર્કેટ 9.28% નો કડાકો બોલી ગયો હતો.

પ્રત્યાઘાતી ટેરિફ લાદવામાં આવ્યા બાદ અમેરિકન શેરબજારોમાં આવેલા ઘટાડા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘હું નથી ઈચ્છતો કે કંઈપણ ઘટે. પરંતુ, કેટલીકવાર, વસ્તુઓને ઠીક કરવા માટે સખત પગલાં લેવા પડતા હોય છે.’

કેટલા પ્રકારના ટેરિફ?

  • બાઉન્ડ ટેરિફ – આયાત પર સૌથી વધુ દર
  • પ્રેફરન્શિયલ ટેરિફ- માલ પર લઘુત્તમ દર
  • મોસ્ટ-ફેવર્ડ નેશન ટેરિફ – બંનેનો સરેરાશ ટેરિફ

ટ્રમ્પનો ‘જેવા સાથે તેવા’ ટેરિફ

અમેરિકાએ ભારત સહિત અનેક દેશો પર ‘ટિટ ફોર ટેટ’ એટલે કે ‘જેવા સાથે તેવા’ ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે તે દેશો પર માત્ર 50 ટકા ટેરિફ લગાવી રહ્યા છીએ જે અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *