અમેરિકાએ (America) ભારતની છ પેટ્રોલિયમ કંપનીઓ (Petroleum Companies) પર પ્રતિબંધો (Banned) લગાવ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું (US Department State) કહેવું છે કે આ કંપનીઓ ઈરાન (Iran) સાથે વ્યવસાય કરી રહી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકાએ (America) ભારતને વધુ એક ઝટકો આપતા 6 ભારતીય પેટ્રોલિયમ કંપનીઓ (Indian Petroleum Companies) પર પ્રતિબંધો લગાવી દીધા છે. યુએસ વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ કંપનીઓ ઈરાન (Iran) સાથે વ્યવસાય કરી રહી હતી. એનડીટીવી (NDTV) ના અહેવાલ મુજબ, વિદેશ મંત્રાલયે કહ્યું કે ઈરાન (Iran) તેની કમાણીનો મોટો હિસ્સો પ્રાદેશિક સંઘર્ષને પ્રોત્સાહન આપવા માટે ખર્ચ કરી રહ્યું છે. તેણે ઈરાન (Iran) પર આતંકવાદને (Terrorism) ટેકો આપવાનો પણ આરોપ લગાવ્યો.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના (US Department State) પ્રવક્તાએ કહ્યું, “ઈરાની સરકાર (Iran Government) મધ્ય પૂર્વમાં (Middle East) સંઘર્ષને પ્રોત્સાહન આપે છે અને અસ્થિરતા ફેલાવવા માટે પૈસાનો ઉપયોગ કરે છે. ઈરાન (Iran) આતંકવાદને (Terrorism) ટેકો આપવા અને તેના લોકો પર જુલમ કરવા માટે જેનો ઉપયોગ કરે છે તે આવકના સ્ત્રોતને રોકવા માટે અમેરિકા (America) પગલાં લઈ રહ્યું છે.” યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે (US Department State) બુધવારે ઈરાન (Iran) સાથે વેપાર કરતી 20 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં છ ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકાએ (America) છ ભારતીય કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ
અમેરિકાએ (America) ભારતની આલ્કેમિકેલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (Alchemical Solutions Private Ltd), ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ (Global Industrial Chemicals Ltd), જ્યુપિટર ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ (Jupiter Dye Chem Private Ltd), રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની (Ramniklal S Gosalia And Company), પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ (Persistent Petrochem Pvt. Ltd) અને કંચન પોલિમર્સ કંપની (Kanchan Polymers) પર પ્રતિબંધ લગાવ્યો છે.
અલ્કેમિકલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ – કંપની પર જાન્યુઆરી અને ડિસેમ્બર 2024 વચ્ચે ઈરાન પાસેથી $84 મિલિયનથી વધુ મૂલ્યના પેટ્રોકેમિકલ ઉત્પાદનો ખરીદવાનો આરોપ છે.
ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ – ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ પર જુલાઈ 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે ઈરાનથી મિથેનોલ સહિત $51 મિલિયનથી વધુ મૂલ્યના ઉત્પાદનો ખરીદવાનો આરોપ છે.
જ્યુપિટર ડાઇ કેમ પ્રાઇવેટ લિમિટેડ પર જાન્યુઆરી 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન ઈરાન પાસેથી $49 મિલિયનથી વધુ મૂલ્યના પેટ્રોકેમિકલ ઉત્પાદનો ખરીદવાનો આરોપ છે.
રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની પર જાન્યુઆરી 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન ઈરાનથી $22 મિલિયનથી વધુ મૂલ્યના ઉત્પાદનો ખરીદવાનો આરોપ છે.
પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઈવેટ લિમિટેડ – યુએસનું કહેવું છે કે આ કંપનીએ ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024 વચ્ચે ઈરાન પાસેથી લગભગ $14 મિલિયનના પેટ્રોકેમિકલ ઉત્પાદનો ખરીદ્યા હતા. આમાં મિથેનોલનો પણ સમાવેશ થાય છે.
કંચન પોલિમર્સ – આ કંપનીએ ઈરાન પાસેથી $1.3 મિલિયનથી વધુ મૂલ્યના પેટ્રોકેમિકલ ઉત્પાદનો ખરીદ્યા હોવાનો આરોપ છે.
ભારતની સાથે અમેરિકાએ અન્ય દેશોની કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ
ભારતની સાથે, અમેરિકાએ (America) અન્ય દેશોની કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આમાં તુર્કી (Turkey), યુએઈ (UAE), ચીન (China) અને ઈન્ડોનેશિયાનો (Indonesia) સમાવેશ થાય છે. અમેરિકાએ (Ameica) એમ પણ કહ્યું છે કે આ દેશોની કંપનીઓ ઈરાન (Iran) સાથે વ્યવસાય કરી રહી છે અને આ કારણોસર તેમના પર પ્રતિબંધ મૂક્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો