Top Headlines This Morning | LIVE News in Hindi | Hindi Khabar | October 24, 2022
1 મોહાલીમાં વિશ્વનો સૌથી મોટો દિવોપ્રજ્જવલિત કરવામાં આવ્યો, 1 ટન સ્ટીલથી બનેલા દિવા માટે 10,000 લોકોએ તેલનું દાન કર્યું છે, ગિનિઝ બુકમાં રેકોર્ડ નોંધવામાં આવ્યો 2 ઈસરોએ તેની કમર્શિયલ પાંખ ન્યૂ સ્પેસ ઈન્ડિયાનું પહેલું જ કમર્શિયલ પ્રક્ષેપણ દ્વારા શનિવારે મોડી રાત્રે આખો દેશ સૂઈ રહ્યો હતો ત્યારે દેશના સૌથી ભારે રોકેટ એલવીએમ-૩ મારફત 36 સેટેલાઈટ છોડીને ઈતિહાસ રચી દીધો છે. 3 કેરળનું કમઠાણ : સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કેરળના રાજ્યપાલ આરીફ મોહંમદ ખાને રાજ્યની 9 યુનિવર્સિટીઓના કુલપતિઓનું રાજીનામું માગ્યું છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે 4 નેહરૂ-ગાંધી પરિવાર અને કોંગ્રેસને ઝટકો: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોનિયા ગાંધીની અધ્યક્ષતા ધરાવતા રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજીએફ) અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ (આરજીસીટી) બે NGOના ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સ રદ કર્યા છે. 5 દિવાળી : લક્ષ્મી પૂજા: આ વખતે દિવાળીએ, 24 ઓક્ટોબર એટલે આજે સાંજે 5 વાગ્યા પછી જ લક્ષ્મી પૂજા કરી શકાશે. આસો અમાસ આજે સાંજથી શરૂ થઈને બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાથી લક્ષ્મીપૂજા માટે મુહૂર્ત 24મીએ સાંજે અને રાતે જ રહેશે. |