The Bengal Files Trailer: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’નું ટ્રેલર (The Bengal Files Trailer) આજે કોલકાતામાં (Kolkata) રિલીઝ થવા દેવામાં આવ્યું ન હતું. આ અંગે હવે ફિલ્મના દિગ્દર્શકે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’નું ટ્રેલર (The Bengal Files Trailer) રિલીઝ થવા દેવામાં આવ્યું ન હતું. ‘ધ બંગાળ ફાઈલ્સ’ ફિલ્મના ટ્રેલર (The Bengal Files Trailer) રિલીઝ ઈવેન્ટ દરમિયાન હોબાળો મચાવવામાં આવ્યો હતો. દરમિયાન, ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) હવે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. ઉપરાંત, તેમણે જણાવ્યું કે કેવી રીતે થિયેટરોએ (Theater) ટ્રેલર રિલીઝ (Trailer Release) કરવાનો ઇનકાર કર્યો. વિવેકે શું કહ્યું?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘ધ બંગાળ ફાઈલ્સ’ના ટ્રેલર (The Bengal Files Trailer) રિલીઝ વખતે મચાવાયો હોબાળો
ANI સાથે વાત કરતા વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) કહ્યું, હું અમેરિકાથી આવ્યો હતો અને ધ બંગાળ ફાઈલ્સ ફિલ્મના ટ્રેલર (The Bengal Files Trailer) લોન્ચ માટે સીધો કોલકાતા (Kolkata) પહોંચ્યો હતો. સામાન્ય રીતે, ફિલ્મોના ટ્રેલર થિયેટરોમાં લોન્ચ કરવામાં આવે છે, પરંતુ જ્યારે હું એરપોર્ટ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે સૌથી મોટા મલ્ટિપ્લેક્સે (Multiplex) કહ્યું છે કે તેઓ ફિલ્મનું ટ્રેલર (The Bengal Files Trailer) લોન્ચ નહી કરી શકે કારણ કે તેમની ઉપર ખૂબ જ રાજકીય દબાણ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મલ્ટિપ્લેક્સે ટ્રેલર રિલીઝ કરવાનો નન્નો ભણ્યો
વિવેકે કહ્યું કે થિયેટરોએ કહ્યું કે જો તેઓ ફિલ્મનું ટ્રેલર (The Bengal Files Trailer) રિલીઝ કરશે તો રાજકીય ઉથલપાથલ થશે. વિવેકે કહ્યું કે તેથી અમે અન્ય મલ્ટિપ્લેક્સ સાથે વાત કરી અને તેઓએ પણ કહ્યું કે માફ કરશો સાહેબ, અમે આ કરી નહી શકીએ કારણ કે ખૂબ જ રાજકીય દબાણ છે. જો આપણને પહેલાથી જ આ જાણ હોત, તો અમે અહીં આટલી મોટી ટીમ અને કલાકારો શા માટે લાવ્યા હોત અને આટલા પૈસા કેમ ખર્ચ્યા હોત?

‘ધ બંગાળ ફાઈલ્સ’ અંગે પહેલાથી જ વિવાદ
વિવેકે આગળ કહ્યું કે હું હાર માનનારાઓમાંથી નથી, પણ હું જાણવા માંગુ છું કે અમારો અવાજ દબાવવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે? મને લાગે છે કે આ પહેલી વાર છે જ્યારે કોઈ ફિલ્મનું ટ્રેલર થિયેટરને બદલે હોટલના બેન્ક્વેટ હોલમાં લોન્ચ થઈ રહ્યું છે. નોંધનીય છે કે ‘ધ બંગાળ ફાઈલ્સ’ (The Bengal Files) ફિલ્મને લઈને શરૂઆતથી જ વિવાદ ચાલી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આગળ શું થશે?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
#WATCH | Kolkata, West Bengal | 'The Bengal Files' director Vivek Agnihotri alleges disruption during trailer launch of his film, he says, " If this is not dictatorship/fascism, then what is?…Law and order in your state has failed, and this is the reason that everyone supports… pic.twitter.com/rjQc0jh7iR
— ANI (@ANI) August 16, 2025