‘ધ બંગાળ ફાઈલ્સ’ને (The Bengal Files) લઈને ફરી એકવાર હોબાળો મચી ગયો છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીની (Vivek Ranjan Agnihotri) આ ફિલ્મનું ટ્રેલર (Trailor) આજે રિલીઝ થવાનું હતું, પરંતુ ફિલ્મના ટ્રેલરના રિલીઝ (Trailor Release) દરમિયાન કોલકાતામાં (Kolkata) હોબાળો મચી ગયો હતો. ફિલ્મનું ટ્રેલર (Film Trailor) રિલીઝ થવા દેવામાં આવ્યું ન હતું. આ હંગામાનો એક વીડિયો (Video) પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘ધ બંગાળ ફાઈલ્સ’ના ટ્રેલર રિલીઝ દરમિયાન અંધાધૂંધી
ANI એ તેના ઓફિશિયલ X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં બે વીડિયો (Video) શેર કરવામાં આવ્યા છે. એક વીડિયોમાં (Video) લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે જ્યારે બીજા વીડિયોમાં, અભિનેત્રી પલ્લવી જોશી (Pallavi Joshi) જોવા મળી રહી છે, જે પોતાનો મુદ્દો રજૂ કરી રહી છે. પોસ્ટ શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે આજે કોલકાતામાં (Kolkata) ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ના (The Bengal Files) ટ્રેલર રિલીઝ (Trailor Release) દરમિયાન હંગામો થયો હતો.
#WATCH | West Bengal | A ruckus erupted during the release of 'The Bengal Files' trailer in Kolkata today. Actor Pallavi Joshi alleges the trailer launch was not allowed.
— ANI (@ANI) August 16, 2025
Actor Pallavi Joshi says, " I absolutely did not like the way my film was stopped. Is there freedom of… pic.twitter.com/nKC3ACIV7a
અભિનેત્રી પલ્લવી જોશીએ લગાવ્યા આરોપ
અભિનેત્રી પલ્લવી જોશીએ (Pallavi Joshi) ANI સાથે વાત કરતા આરોપ લગાવ્યો કે તેમની ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ (The Bengal Files) ના ટ્રેલરને લોન્ચ (Trailor Launch) કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. પલ્લવી જોશીએ (Pallavi Joshi) કહ્યું કે આ બધું જોયા પછી પણ તમને લાગતું નથી કે ‘ધ બંગાળ ફાઈલ્સ’ (The Bengal Files) ફિલ્મ (Film) બનાવવી કેટલું મહત્વપૂર્ણ છે. જુઓ બંગાળમાં (Bengal) શું થઈ રહ્યું છે? હું ઈચ્છું છું કે ભારતનો દરેક વ્યક્તિ બંગાળનું (Bengal) સત્ય જાણવા માટે આ ફિલ્મ જુએ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અભિનેત્રી પલ્લવી જોશીએ (Pallavi Joshi) કહ્યું કે હું રાજકારણ વિશે વાત નહીં કરું, પરંતુ મારી ફિલ્મ જે રીતે રોકવામાં આવી તે મને ગમ્યું નહીં. પલ્લવીએ કહ્યું કે કોઈપણ ફિલ્મ નિર્માતા અને અભિનેતાનું સન્માન કરવું એ રાજ્યની જવાબદારી છે. આ આજથી નથી થઈ રહ્યું પણ સદીઓથી ચાલી રહ્યું છે.

શું કાશ્મીરની સ્થિતિ બંગાળ કરતાં સારી?
પલ્લવીએ કહ્યું કે તેઓને શેનાથી ડરી લાગી રહ્યો છે? કાશ્મીરમાં (Kashmir) પણ આવું બન્યું નથી. શું આપણે માની શકીએ કે કાશ્મીરની (Kashmir) સ્થિતિ બંગાળ (Bengal) કરતાં સારી છે? આ ફિલ્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આપણે જોવાનું છે કે આગળ શું થશે?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] લોન્ચ થઈ રહ્યું છે. નોંધનીય છે કે ‘ધ બંગાળ ફાઈલ્સ’ (The Bengal Files) ફિલ્મને લઈને શરૂઆતથી જ વિવાદ ચાલી […]