– હરિયાણાના ગુરુગ્રામમાં સ્થાપિત કરવામાં આવ્યું ‘અનાજ ATM’ ‘અન્નપૂર્તિ’
– 1 મિનિટમાં 10 કિલો અનાજ આપવાની ક્ષમતા
– રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવવામાં સરળતા રહેશે

દેશનું સૌપ્રથમ ‘અનાજ ATM‘ ‘અન્નપૂર્તિ’
આવનારા દિવસોમાં રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવવામાં લાંબી લાઇનમાંથી મુક્તિ મળે અને વધુ સરળતા ઉભી થાય એવા સંજોગો ઉભા થઈ રહ્યા છે. ‘અનાજ ATM’ ‘અન્નપૂર્તિ’ ના પાયલોટ પ્રોજેક્ટ તરીકે હરિયાણામાં ગુરુગ્રામના ફરુખનગરમાં દેશનું સૌપ્રથમ ‘અનાજ ATM’ ‘અન્નપૂર્તિ’ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ‘અનાજ ATM’ ‘અન્નપૂર્તિ’ બેંક એટીએમની જેમ કાર્ય કરશે રેશનકાર્ડ ધારક પોતાનો રેશનકાર્ડ નંબર કે આધાર નંબર તથા આંગળાની ઓળખ આપીને સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું અનાજ મેળવી શકશે.

બાયોમેટ્રિક વેરિફિકેશન
ઑટોમેટેડ મલ્ટી કોમોડિટી ગ્રેઈન ડિસપેન્સ મશીન તરીકે ઓળખાતું આ ‘અનાજ ATM’ ‘અન્નપૂર્તિ’ બેંક એટીએમની જેમ કાર્ય કરે છે. ‘અનાજ ATM’ ‘અન્નપૂર્તિ’ માં ટચ સ્ક્રીન અને બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેનાથી રેશનકાર્ડ ધારક પોતાનો રેશનકાર્ડ નંબર કે આધાર નંબર તથા આંગળાની ઓળખ આપવાની રહેશે ત્યારબાદ સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું અનાજ મશીનની નીચે રાખવામાં આવેલા થેલામાં ભરાઈ જશે જે રેશનકાર્ડ ધારક મેળવી શકશે. આ ‘અનાજ ATM’ ‘અન્નપૂર્તિ’ દ્વારા ત્રણ પ્રકારના અનાજ ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ કરી શકાશે. દેશના આ સૌપ્રથમ ‘અનાજ ATM’ 5-7 મિનિટમાં 70 કિલો અનાજ આપવાની ક્ષમતા ધરાવે છે. આ ‘અનાજ ATM’ ‘અન્નપૂર્તિ’ મશીન સંયુક્ત રાષ્ટ્ર સંઘના ‘વિશ્વ ખાદ્ય કાર્યક્રમ’ અંતર્ગત લગાવવામાં આવ્યું છે.

નાગરિક અનાજ વિતરણ વ્યવસ્થામાં પારદર્શકતા આવશે
આ પ્રકારના ‘અનાજ ATM’સ્થાપિત કરવાથી નાગરિક અનાજ વિતરણ વ્યવસ્થામાં પારદર્શકતા આવશે. ખાસ કરીને રેશનકાર્ડ ધારકોને સમયસર અને સરકાર દ્વારા નિર્ધારિત અનાજ નહીં મળવાની ફરિયાદોનું નિરાકરણ આવશે. આ ‘અનાજ ATM’થી ન માત્ર ઉપભોક્તાઓની સમસ્યાઓનું સમાધાન થશે પરંતુ સાથે સાથે સરકારી ડેપોમાં અનાજનો જથ્થો ઘટવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ ‘અનાજ ATM’સ્થાપિત કરતાં હરિયાણાના નાયબ મુખ્યમંત્રી તથા ખાદ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, આ મશીન સ્થાપિત કરવાનો નિર્ણય એ ‘Right quantity to right beneficiary’ ની શરૂઆત છે.
નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું “ક્રાંતિકારી પગલું”
નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે ટ્વીટ કરીને દેશના પ્રથમ ‘અનાજ ATM’ને સ્થાપિત કરવાના કાર્યને ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે.
India's first Grain ATM set up in #Gurugram under the ‘World Food Programme’ of @UN.
— Rajiv Kumar (@RajivKumar1) July 15, 2021
A revolutionary initiative taken by Haryana DCM @Dchautala that will ensure transparency & accuracy in the state's public food distribution system. pic.twitter.com/2ySaau2551