– તાઈવાનની વિસ્ટ્રોન કંપની સાથે વાતચીત ચાલુ
– વિસ્ટ્રોન અને ફોક્સકોન એસેમ્બલ કરે છે I-Phone
– ડીલને અંતિમ સ્વરુપ આપવાનું બાકી
ટાટા ગ્રુપ apple Inc અને વિસ્ટ્રોન કોર્પ સાથ વાતચીત ચલાવી રહ્યું છે
ટાટા ગ્રુપ Apple Inc.ના તાઈવાનના સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર સ્થાપવા માટે વાતચીત ચલાવી રહ્યું છે. આ સંયુક્ત સાહસ ભારતમાં iPhone એસેમ્બલ કરવા આગળ વધવા માંગે છે. ટાટા ગ્રુપ ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. ટાટા ગ્રુપ અને Apple Inc. તથા વિસ્ટ્રોન કોર્પ વચ્ચે ડીલ થશે તો ટાટા ગ્રુપ આઇફોન બનાવનારી પ્રથમ ભારતીય કંપની બની જશે. વર્તમાનમાં ભારત અને ચીનમાં વિસ્ટ્રોન અને ફોક્સકોન iPhone એસેમ્બલ કરે છે.
iPhone નું સૌથી વધુ ઉત્પાદન કરવાનો ચીનનો દબદબો ખતમ થશે
વર્તમાનમાં iPhoneનું સૌથી વધુ ઉત્ત્પાદન ચીનમાં થાય છે. એપલ પોતાના iPhone એસેમ્બલ કરવા માટેના કોન્ટ્રાક્ટ ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન જેવા ઉત્પાદકોને પાર્ટ સપ્લાય કરે છે. Apple Inc દ્વારા મળેલા પાર્ટને મેન્યુફેક્ચર્સ એસેમ્બલ કરીને આઇફોન તૈયાર કરે છે. ભારતમાં આઇફોન બનાવવાની શરૂઆત Appleએ 2017માં iPhone SE સાથે કરી હતી.
ચીનને મળશે મજબુત ટક્કર
iPhones જો ભારતમાં ભારતીય કંપની બનાવવાનું શરૂ કરશે તો તે ચીનને મોટી ટક્કર આપશે. વૈશ્વિક મહામારી કોવિડ લોકડાઉન અને અમેરિકા સાથેના રાજકીય તણાવને કારણે ચીન જોખમમાં છે. વધતા ભૌગોલિક રાજકીય જોખમોના સમયે ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માટે Apple iPhone મેન્યુફેક્ચરિંગ માટે ચીન પર નિર્ભર રહેવા માંગતી નથી.