દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી બંધારણને બચાવવાના નામે એક થવાનો દાવો કરતા હતા, આજે તેઓ એકબીજાને રાષ્ટ્રવિરોધી, ભ્રષ્ટાચારી, વિકાસ વિરોધી અને ન જાણી શું શું કહી રહ્યા છે. 7 મહિના પહેલા આ જ રાહુલ ગાંધી કહેતા હતા કે અમે કેજરીવાલને વોટ આપીશું અને કેજરીવાલ અમને વોટ આપશે કારણ કે અમારું લક્ષ્ય એક છે. અને અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે કોંગ્રેસને મત આપો તો મારે જેલ નહીં જવું પડે. પરંતુ માત્ર 7 મહિનામાં સ્થિતિ એવી થઈ ગઈ કે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ એકબીજા પર પ્રહારો કરી રહ્યા હતા.
રાહુલ ગાંધીના તીખા તેવર
રાહુલનું વલણ વધુ આક્રમક થયું છે. હજુ એક દિવસ પહેલા જ તેમણે કેજરીવાલને ભ્રષ્ટાચાર પર સવાલો પૂછ્યા હતા અને આજે મંગળવારે તેઓ અરવિંદ કેજરીવાલનો પર્દાફાશ કરવા નીકળી પડ્યા હતા. દિલ્હીની ગંદકીનો વીડિયો શેર કરીને તેમણે કટાક્ષ કર્યો હતો. આટલું જ નહીં તેમણે કેજરીવાલની ફરિયાદ કરવા માટે એલજી પાસે સમય પણ માંગ્યો છે.
રાહુલ ગાંધીએ શેર કર્યો વિડીઓ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ મંગળવારે મકરસંક્રાંતિના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રિથાલા પહોંચ્યા હતા અને ત્યાં પાર્ટીના કેટલાક કાર્યકરો સાથે તેઓ સ્થાનિક ગટર અને ત્યાં રહેલી ગંદકી જોવા પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હીના એક નાળા પાસે ચાલી રહ્યા હોય તેવો એક વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ‘સાફ કરો દિલ્હી’ હેશટેગ સાથે શેર કર્યો હતો.
ये है केजरीवाल जी की ‘चमकती’ दिल्ली – पेरिस वाली दिल्ली!#SaafKaroDilli pic.twitter.com/ycSxZa4hUt
— Rahul Gandhi (@RahulGandhi) January 14, 2025
એલજીનો સમય કેમ માંગ્યો?
આ વિડીઓમાં તેઓ ગંદુ નાળુ બતાવી રહ્યા છે અને લખ્યુ કે, ‘આ છે કેજરીવાલની – ચમકતી દિલ્હી, પેરિસ જેવી દિલ્હી’ બધે આવી જ સ્થિતિ છે. અને તે કામચલાઉ છે, આ માટે મેં LG પાસેથી સમય માંગ્યો છે.’ આ અંગે મારે તેમને ફરિયાદ કરવી છે. આમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ થવી જોઈએ. છ મહિનામાં આ કેવી રીતે તૂટી પડ્યું?
રાહુલ ગાંધીના જબરદસ્ત પ્રહાર
એક દિવસ પહેલા રાહુલે સીલમપુરની રેલીમાં અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ અને પીએમ મોદી એક જેવા છે, તેઓ કોઈ કામ કરતા નથી. કેજરીવાલ પર પ્રહાર કરતા તેમણે પૂછ્યું કે, પહેલા તમે ભ્રષ્ટાચારની ઘણી વાતો કરતા હતા, પરંતુ આજે તમે વાત તેની નથી કરતા. મોંઘવારી પર કોઈ ચર્ચા નથી રહી. દિલ્હીની સ્વચ્છતા પર કોઈ વાત નથી થઈ રહી.
કેજરીવાલનો વળતો પ્રહાર
કેજરીવાલે પણ રાહુલ ગાંધીને વળતો ઉત્તર આપ્યો હતો. તેમણે કહ્યું કે પહેલા માત્ર આશંકા હતી, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને ભાજપની એકબીજા સાથે મિલીભગત છે. રાહુલ ગાંધીના પ્રહારો દર્શાવે છે કે તેમના માટે વિપક્ષ કોણ છે. આમ આદમી પાર્ટીએ હવે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે સમાન રીતે લડવું પડશે. કેજરીવાલે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી કોંગ્રેસને બચાવવા માટે લડી રહ્યા છે, પરંતુ તેઓ (કેજરીવાલ) દેશ બચાવવા માટે લડી રહ્યા છે.
[…] (Dalit Girl) ની હત્યા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું […]
[…] (MP) અને નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે તેમની […]