કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) નાગરિકતાને પડકારતી અરજી પર આજે હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ અહેવાલ આપવા કહ્યું છે. હાઈકોર્ટે કેન્દ્રને કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારતીય નાગરિક છે કે નહીં તે રિપોર્ટ આપો.
કોર્ટે આ માટે કેન્દ્ર સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની (Rahul Gandhi) નાગરિકતા અંગે નિર્ણય લઈને 10 દિવસમાં કોર્ટને જાણ કરવાની રહેશે. આ કેસની આગામી સુનાવણી 5 મેના રોજ થશે.

કેન્દ્ર સરકારે આજે ફાઈલ કર્યો સ્ટેટસ રિપોર્ટ
આજે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે તેને પર્યાપ્ત નહોતો માન્યો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીની (Rahul Gandhi) નાગરિકતા શંકાસ્પદ છે. જેના આધારે તેમના લોકસભા સભ્યપદને પણ પડકારવામાં આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લેતા, હાઈકોર્ટની લખનૌ બેન્ચે કેન્દ્ર સરકારને 10 દિવસમાં તથ્યો સાથે જવાબ આપવા કહ્યું છે. બેવડી નાગરિકતા મામલે રાહુલ ગાંધી પર આરોપ છે કે રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિકતા છે અને આ પ્રશ્ન ઘણા વર્ષોથી ચર્ચામાં છે.

રાહુલ ગાંધીની (Rahul Gandhi) બેવડી નાગરિકતા મુદ્દે 2019 માં થઈ હતીએ પીઆઈએલ
આ મુદ્દે એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. 2019 માં, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાના આરોપોને ફગાવી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે કંપનીના દસ્તાવેજોમાં ફક્ત બ્રિટિશ નાગરિકતાનો ઉલ્લેખ કરવાથી રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક નથી બની જતા. આ મામલે 2024 અને 2025માં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
અરજદાર એસ. વિગ્નેશ શિશિરે દાવો કર્યો હતો કે તેમની પાસે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા સાબિત કરતા બ્રિટિશ સરકારના દસ્તાવેજો અને ઈ-મેઈલ્સ છે. આ કેસમાં સોમવારે સુનાવણી થઈ હતી.
VIDEO | Rahul Gandhi dual citizenship case: Here's what petitioner S Vignesh Shishir said:
— Press Trust of India (@PTI_News) April 21, 2025
"The Allahabad court heard Congress leader Rahul Gandhi's dual citizenship case. The government of India presented a status report before the court… The court has granted 10 more days… pic.twitter.com/BSehzkuStd
કોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી આ અંગે સ્પષ્ટ રિપોર્ટ માંગ્યો છે અને કેસની આગામી સુનાવણી 5 મેના રોજ થશે. આ મામલો 2019 માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ બ્રિટિશ કંપની બેકઓપ્સ લિમિટેડના દસ્તાવેજોમાં તેમની રાષ્ટ્રીયતા બ્રિટિશ તરીકે જાહેર કરી છે.
