રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભારતના હવાઈ હુમલા અંગે પાકિસ્તાનને જાણ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ એક ગંભીર ગુનો છે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સરકારને પૂછ્યું કે આ નિર્ણયને કોણે મંજૂરી આપી? આ ઉપરાંત, તેમણે એ પણ પૂછ્યું છે કે પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય વાયુસેનાએ કેટલા વિમાનો ગુમાવવા પડ્યા? બીજી તરફ, કોંગ્રેસના (Congress) નેતા જયરામ રમેશે પણ સરકાર પર નિશાન સાધ્યું છે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટકરાવને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિપક્ષના નેતાએ શરૂઆતમાં જ પાકિસ્તાનને હુમલાની માહિતી આપવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે આ એક પ્રકારનો ગુનો છે. તેમણે કહ્યું કે આપણા હુમલા પહેલા પાકિસ્તાનને માહિતી આપવી ખોટું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ જાહેરમાં સ્વીકાર્યું છે કે પાકિસ્તાનને હુમલાની જાણ કરવામાં આવી હતી.

પાકિસ્તાનને હુમલાની માહિતી આપવા પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કેન્દ્ર સરકારને બે પ્રશ્નો પણ પૂછ્યા છે. તેમણે પૂછ્યું છે કે, સૌ પ્રથમ, આને કોણે અધિકૃત કર્યું અને બીજું, આ પગલાના પરિણામે આપણી વાયુસેનાએ (Airforce) કેટલા વિમાનો ગુમાવ્યા? જોકે, જ્યાં સુધી વિમાનોનો સવાલ છે, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય વિપક્ષી નેતાઓ દબાયેલા સૂરમાં આવા પ્રશ્નો પૂછી રહ્યા છે. જોકે સરકારે ઘણી બાબતો પર પોતાનું વલણ પણ સ્પષ્ટ કરી ચુકી છે.
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વિદેશમંત્રીને પુછ્યા પ્રશ્નો
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પોતાની પોસ્ટની સાથે વિદેશ મંત્રી એસ જયશંકરનું એક નિવેદન પણ પોસ્ટ કર્યું છે જેમાં તેઓ પાકિસ્તાનમાં (Pakistan) આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા હુમલાઓ વિશે વાત કરતા જોવા મળે છે. વીડિયોમાં, વિદેશ મંત્રી કહી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનને સંદેશ મોકલ્યો છે અને તેને જાણ કરી છે કે અમે આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કર્યો છે. અમે સૈન્ય પર કોઈ હુમલો કર્યો નથી.
Informing Pakistan at the start of our attack was a crime.
— Rahul Gandhi (@RahulGandhi) May 17, 2025
EAM has publicly admitted that GOI did it.
1. Who authorised it?
2. How many aircraft did our airforce lose as a result? pic.twitter.com/KmawLLf4yW
જયરામ રમેશે પણ સાધ્યું નિશાન
બીજી તરફ, કોંગ્રેસના નેતા જયરામ રમેશે (Jairam Ramesh) ફરી એકવાર સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar) પર આકરા પ્રહારો કર્યા છે. જયરામ રમેશે પોતાના તાજેતરના નિવેદનમાં કહ્યું કે ભારતીય વિદેશ મંત્રી અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓનો કોઈ નક્કર જવાબ આપી રહ્યા નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે વિદેશ મંત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જે ભારત માટે શરમજનક છે.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
રમેશે ટ્વીટમાં લખ્યું છે કે, આપણા વિદેશ મંત્રી અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા વારંવાર કરવામાં આવી રહેલા અસાધારણ ખુલાસાઓનો કોઈ જવાબ આપી રહ્યા નથી. હવે તેમણે પોતે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તે જોતા તેઓ પોતાના પદ ઉપર કેવી રીતે રહી શકે છે તે સમજની બહાર છે.

જયરામ રમેશનો આરોપ પ્રધાનમંત્રીએ 2020 માં ચીનને ક્લીનચીટ આપી
જયરામ રમેશે એવો પણ આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 19 જૂન, 2020 ના રોજ ચીનને (China) જાહેરમાં ક્લીનચીટ આપીને ભારતની વાટાઘાટોની સ્થિતિ નબળી પાડી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ નિવેદનથી ભારતની વ્યૂહાત્મક સ્થિતિને નુકસાન થયું છે અને ચીન સામે દેશ નબળો પડ્યો છે.
રમેશે એમ પણ કહ્યું કે જે વ્યક્તિ વિદેશ મંત્રી તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે તેણે આ નિવેદન દ્વારા ભારત સાથે દગો કર્યો છે. તેમનું નિવેદન ભારતીય કૂટનીતિ પર પ્રશ્નો ઉભા કરે છે અને સૂચવે છે કે સરકારની ચીન નીતિમાં કોઈ સ્પષ્ટ દિશા નથી.
દેવલિપિ ન્યુઝના અપડેટ મેળવવા વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] રજાઓ ગાળવા હૈદરાબાદ આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીથી લઈને અન્ય તમામ નેતાઓએ આ ઘટના પર […]