– વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું આજે વિસ્તરણ
– રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 6 વાગ્યે શપથવિધિ
– ગુજરાતના 5 સહિત 43 નેતા શપથગ્રહણ કરશે

મોદી સરકાર 2.0 કેબિનેટનું પ્રથમ વિસ્તરણ આજે
આખરે છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ તથા અટકળોનો આજે સાંજે 6 વાગ્યે અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના અશોક હૉલમાં યોજાશે શપથવિધિ.

ગુજરાતના 5 નેતાઓ શપથગ્રહણ કરશે
મોદી સરકાર 2.0 ના આજે થઈ રહેલા પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતના 5 નેતાઓ પણ શપથગ્રહણ કરશે. ગુજરાતના આ 5 નેતાઓ શપથગ્રહણ કરશે. પુરુષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવીયાને પ્રમોટ કરીને મોટી જવાબદારી આપવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ ઉપરાંત ગુજરાતમાંથી સુરતના સાંસદ દર્શના જરદોશ, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા તથા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કુલ 43 નેતાઓ આજે શપથગ્રહણ કરશે
છેલ્લા કેટલાક સમયથી ચર્ચિત અને અપેક્ષિત એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આજે કરવામાં આવશે. આજના કેબિનેટ વિસ્તરણમાં કુલ 43 નેતાઓ શપથગ્રહણ કરશે. જે 43 નેતાઓ આજે શપથગ્રહણ કરવાના છે તેમના નામ આ મુજબ છે. 1. નારાયણ રાણે, 2. સર્બાનંદ સોનોવાલ, 3. વિરેન્દ્ર કુમાર, 4. જ્યોતિરાદિત્ય સિંધિયા, 5. રામચંદ્ર પ્રસાદ સિંઘ, 6. અશ્વિની વૈષ્ણવ, 7. પશુપતી કુમાર પારસ, 8. કિરન રિજિજુ, 9. રાજકુમાર સિંઘ, 10. હરદીપસિંહ પુરી, 11. મનસુખ માંડવિયા, 12. ભૂપેન્દ્ર યાદવ, 13. પરસોત્તમ રૂપાલા, 14. અનુરાગસિંહ ઠાકુર, 15. કિશન રેડ્ડી, 16. પંકજ ચૌધરી, 17. સત્યપાલસિંહ બઘેલ, 18. રાજીવ ચંદ્રશેખર, 19. સુશ્રી શોભા કરનદાલજે, 20. અનુપ્રિયા પટેલ, 21. ભાનુ પ્રતાપ સિંઘ વર્મા, 22. દર્શના જરદોશ, 23. મિનાક્ષી લેખી, 24. અન્નપૂર્ણા દેવી, 25. એ.નારાયણસ્વામી, 26. કૌશલ કિશોર, 27. અજય ભટ્ટ, 28. બી.એલ. વર્મા, 29. અજય કુમાર, 30. ચૌહાણ દેવુસિંહ, 31. ભગવત કુબા, 32. કપીલ પાટીલ, 33. પ્રતિમા ભૌમિક, 34. સુભાષ સરકાર, 35. ભગવત કૃષ્ણરાવ કર્નાડ 36. રાજકુમાર સિંઘ, 37. ભારતી પવાર, 38. બિશ્વેશ્વર તુડુ, 39. શાંતનુ ઠાકુર, 40. જોન બરલા, 41. એલ.મુરુગન, 42. નિશિથ પ્રામાણિક અને 43. મહેન્દ્ર મુંજપરા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ટીમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ટીમની સરેરાશ ઉંમર 58 વર્ષ છે જે કદાચ અત્યાર સુધીનું સૌથી યુવાન મંત્રીમંડળ ગણી શકાય. નવી ટીમમાં 39 ભૂતપૂર્વ ધારાસભ્ય છે જ્યારે 23 સાંસદ ત્રણ વખત લોકસભાના સદસ્ય રહી ચુક્યા છે. મંત્રીમંડળમાં 6 ડોક્ટર, 13 વકીલ તથા 5 એન્જિનિયર હશે. 7 સદસ્ય સિવિલ સર્વિસનો અનુભવ ધરાવે છે. 14 પ્રધાનો 50 વર્ષ કરતા ઓછી વયના છે. નરેન્દ્ર મોદીની નવી ટીમમાં 11 મહિલા મંત્રી સામેલ છે. આજે જે નેતાઓ શપથગ્રહણ કરશે તેમાં 33 નવા ચહેરા હશે જ્યારે વર્તમાન 11 પ્રધાનોની બાદબાકી કરવામાં આવી છે. 7 મંત્રીઓને પ્રમોશન મળશે એવી સંભાવના છે.