Spread the love

સુપ્રીમ કોર્ટે ‘Newsclick’ના સ્થાપક પ્રવીર પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવર્તીની દિલ્હી પોલીસ દ્વારા UAPA હેઠળ તેમની ધરપકડને પડકારી અરજી પર સુનાવણી કરી હતી.

‘ન્યૂઝક્લિક’ને ચીન તરફથી કથિત ફંડિંગના મામલામાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ‘Newsclick’ના ફાઉન્ડર પ્રવીર પુરકાયસ્થ અને HR હેડ અમિત ચક્રવર્તીની અરજી પર સુનાવણી કરી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 30 ઓક્ટોબરે થશે.

સુપ્રીમ કોર્ટે ‘Newsclick’ના સ્થાપક પ્રવીર પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવર્તીની દિલ્હી પોલીસ દ્વારા UAPA હેઠળ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે આ માંગ સાથે પ્રવીર પુરકાયસ્થની અરજીને ફગાવી દીધી હતી. પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીએ હવે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાલમાં પ્રવીર પુરકાયસ્થ ન્યાયિક કસ્ટડીમાં છે.

પુરકાયસ્થ અને ચક્રવર્તીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની ધરપકડનું કારણ જાહેર કરવામાં આવ્યું ન હતું અને નીચલી અદાલતે તેમના વકીલોની ગેરહાજરીમાં તેમને કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ન્યુઝક્લિક ને ચીન તરફથી થયેલા કથિત ફંડિંગ કેસની તપાસ કરવા માટે સીબીઆઈએ પણ કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી હતી. આ કેસની તપાસ માટે સીબીઆઈ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. ન્યૂઝક્લિક પર ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને હાની પહોંચાડવાનો આરોપ હતો. CBI, દિલ્હી પોલીસ, ED અને IT પણ આ કથિત ફંડિંગની તપાસ કરી રહી છે. ઇડીએ આ મામલે પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો છે. જ્યારે દિલ્હી પોલીસ UAPA હેઠળ આ કેસની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે અપરાધિક વિશ્વાસ ભંગ, છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર હેઠળ ગુનો નોંધ્યો હતો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.