– અમેરિકન પ્રમુખ જો બાયડન સાથે પ્રથમ વખત મુલાકાત
– પ્રધાનમંત્રી યુનોની સામાન્ય સભાને સંબોધશે
– ક્વાડ લીડર્સ શિખર સંમેલનમાં હિસ્સો લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકન પ્રમુખ જૉ બાયડન સાથે પ્રથમ વખત રૂબરૂ મુલાકાત
null
મોદી અમેરિકાની મુલાકાત માટે રવાના:5 પોઇન્ટ્સમાં જાણો કેમ વડાપ્રધાનની અમેરિકા મુલાકાત ખાસ છે? ક્યારે-ક્યાં કરશે સંબોધન
10 કલાક પહેલા
- આ મુલાકાતમાં PM મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને પહેલીવાર રૂબરૂમાં મળશે
https://598cb10d33d2cf78217464679e2d803d.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાની પોતાની મુલાકાત માટે પહોંચી ગયા છે. નિશ્ચિત થયેલા કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને વોશિંગ્ટનમાં 24 સપ્ટેમ્બરે મળવાના છે. વર્તમાન અમેરિકન પ્રમુખ જૉ બાઈડને અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થવાની છે.
વ્હાઈટ હાઉસનું નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત બાબતે વ્હાઈટ હાઉસ દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે અમે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.
કયા મુદ્દા ઉપર થઈ શકે છે ચર્ચા
પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન તેમની તથા અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન વચ્ચે વેપાર મુદ્દે વાતચીત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વમાં ફેલાતા જતા આતંકી નેટવર્ક વિશે ચર્ચા કરી શકે છે અને એનાથી ઊભાં થતાં જોખમ ભારતનો પક્ષ તથા ચિંતા રજૂ કરી શકે છે. આ ઉપરાંત કટ્ટરપંથી આતંકવાદ, સીમા પારથી ચાલી રહેલા આતંકવાદ વિશે પણ મહત્વપૂર્ણ વાતચીત કરવામાં આવશે. બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ વિશે પણ ચર્ચા થઈ શકે છે. બંને નેતાઓ આ મુદ્દાઓ પણ વાત કરવાની સાથે સાથે ઉચિત સમાધાન કાઢવાનો પણ પ્રયત્ન કરશે એવું માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા અને સહયોગ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સિવાય વિદેશસચિવ શ્રૃંગલા પણ હાજર રહેશે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા પ્રમુખ જૉ બાઈડન વચ્ચે બે વખત વર્ચ્યુઅલ અને ત્રણ વખત ફોન પર વાતચીત થઈ ચૂકી છે.
ક્વાડ નેતાઓ સાથે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રા પહેલા નિવેદન કરીને જણાવ્યું કે, ‘હું રાષ્ટ્રપતિ બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા સાથે વ્યક્તિગત રીતે ક્વાડ લીડર્સ શિખર સંમેલનમાં ભાગ લઈશ. આ સંમેલનમાં આ વર્ષે માર્ચમાં વર્ચ્યુઅલ શિખર સંમેલનનાં પરિણામો આવશે. એ સાથે જ ભારત-પ્રશાંત વિસ્તાર માટે અમારા ભાગીદારીના દૃષ્ટિકોણના આધારે ભવિષ્યમાં લેનારાં પગલાં વિશે પણ વાતચીત કરવામાં આવશે.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગા સાથે પણ મુલાકાત થવાની છે. આ દરમિયાન બંને દેશ સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરવામાં આવશે અને વિસ્તારના તથા વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વિશે વાતચીત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકા યાત્રાનો કાર્યક્રમ
5 દિવસની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન સાથે 24મી સપ્ટેમ્બરે મુલાકાત કરશે, 23મી સપ્ટેમ્બરે અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન કરશે, એપલના CEO ટીમ કુક સાથે પણ મુલાકાત કરશે. 23મી સપ્ટેમ્બરે જ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગા સાથે મુલાકાત કરશે. 24મી સપ્ટેમ્બરે ક્વાડ ગ્લોબલ સમિટમાં ભાગ લેશેલેશે અને 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધન કરશે.