Spread the love

સંસદ પરિસરમાં ધક્કામુક્કીની ઘટનાને લઈને વિવાદ વધ્યો છે. આ દરમિયાન ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મહિલા સાંસદને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે મહિલા સાંસદ ડરી ગયા અને અસહજ થઈ ગયા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે પણ સ્વીકાર્યું છે કે તેમને મહિલા સાંસદ તરફથી ફરિયાદ મળી છે. મહિલા સાંસદ રડતા રડતા તેમની પાસે આવ્યા હતા.

નાગાલેન્ડના મહિલા સાંસદ ફાંગનોન કોન્યાકે પોતાના પર હુમલા થયાનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, મહિલા સાંસદ રડતા રડતા મારી પાસે આવ્યા હતા. તેમણે મને લેખિત ફરિયાદ કરી છે. સાંસદ મને મળ્યા છે. હું આની ચર્ચા કરી રહ્યો છું. તેઓ ભારે આઘાતમાં હોય તેમ દેખાતા હતા. હું આ બાબત પર ધ્યાન આપી રહ્યો છું.

આ પહેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ બોખલાઈ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ અમારા સાંસદો સાથે સાથે અલોકતાંત્રિક રીતે ધક્કામુક્કી કરી હતી. અમારા બે સાંસદો ઘાયલ થયા છે. રાહુલ ગાંધીએ નાગાલેન્ડ ભાજપના મહિલા સાંસદ ફાંગનોન કોન્યાકને ધક્કો માર્યો હતો. આ પ્રતાડના સમાન છે.

નાગાલેન્ડના ભાજપના મહિલા સાંસદ ફાંગનોન કોન્યાકે કહ્યું કે, હું રાજ્યસભાના અધ્યક્ષને મળી છું. મેં મારી સુરક્ષાની માંગણી કરી છે. મારું હૃદય અત્યારે ખૂબ જ દુખી છે. આજે હું બહાર શાંતિપૂર્વક વિરોધ કરી રહી હતી ત્યારે રાહુલ ગાંધી મારી એકદમ નજીક આવીને ઉભા રહી ગયા હતા. હું અસ્વસ્થ બની ગઈ હતી. રાહુલ ગાંધી મારા પર બરાડા પાડવા લાગ્યા હતા. મહિલા સાંસદ પર આ રીતે બૂમો પાડવી રાહુલ ગાંધીને શોભતું નથી. હું ખૂબ જ દુઃખી છું અને મને રક્ષણ જોઈએ છે. તેણીએ કહ્યું કે, હું અનુસૂચિત જનજાતિ વર્ગની મહિલા છું અને રાહુલ ગાંધીનું આવું વર્તન યોગ્ય નહોતું.

મહિલા સાંસદે પત્રમાં શું કહ્યું…

ભાજપના મહિલા સાંસદ કોન્યાકે ફરિયાદ પત્રમાં જણાવ્યું હતું કે, હું મારા હાથમાં પ્લેકાર્ડ લઈને સંસદના મકર દ્વારની સીડી નીચે ઉભી હતી. સુરક્ષા જવાનોએ પ્રવેશ દ્વાર સુધી અન્ય પક્ષોના સાંસદો માટે રસ્તો કરી રાખ્યો હતો. અચાનક વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી પાર્ટીના અન્ય સાંસદો સાથે તેમ છતાં તેમના માટે રસ્તો રાખવામાં આવ્યો હતો મારી સામે આવી ગયા. તેમણે (રાહુલ ગાંધી) જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું. તેઓ મારી એટલા નજીક આવી ગયા કે હું સંપૂર્ણપણે અસ્વસ્થ બની ગઈ અને એક મહિલા સભ્ય હોવાના કારણે મને ખૂબ જ અસહજતા અનુભવાઈ હતી. કોન્યાકે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ભારે હૃદયથી તેણીએ પોતાના લોકતાંત્રિક અધિકારોને છોડીને એક બાજુ ખસી ગઈ હતી, પરંતુ મને લાગ્યું કે સંસદના કોઈપણ સભ્યએ આવું વર્તન ન કરવું જોઈએ.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *