– તારીખ 17/10/21 ના રોજ મળી કારોબારી બેઠક
– પાટણના ગાંધી હૉલમાં યોજાઈ કારોબારી બેઠક
– ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમ્ન વાજા રહ્યા ઉપસ્થિત
ભાજપ અનુ. જાતિ મોરચાની પાટણ જીલ્લાની કારોબારી બેઠક મળી
તારીખ 17/10/2021 ના રોજ રવિવારે ગાંધી સ્મૃતિ હોલ પાટણ ખાતે પાટણ જીલ્લા ભાજપ અ.જા.મોરચાની કારોબારી બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી ડો.પ્રદ્યુમનભાઈ વાજા સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવી
આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી, પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રી મૌલિકભાઈ જાદવ, પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણા, પ્રદેશ મંત્રી ગંગારામભાઈ સોલંકી, પ્રભારી રાજુભાઇ પાલડીયા, ભાજપના પીઢ આગેવાન અમથાભાઈ મકવાણા, પાટણ જીલ્લા ભાજપ અ.જા.મોરચા અધ્યક્ષ વશરામભાઈ સોલંકી, પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઈ જાદવ, પ્રદેશ આઈ.ટી.વિભાગના સહ પ્રભારી પરેશભાઈ મકવાણા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર,પ્રદેશ આમંત્રિત સભ્ય લક્ષ્મીચંદભાઈ, પાટણ જીલ્લા ભાજપના બન્ને મંત્રી સોમાભાઈ પરમાર, મધુબેન સેનમા, જીલ્લા અ.જા.મોરચાના બન્ને મહામંત્રી શ્રીઓ કલ્પેશભાઈ ડોડીયા, વિનોદ ભાઈ કરલીયા, તથા તમામ અપેક્ષિતો સહિત અનુ.જાતિ મોરચાના તમામ મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, જીલ્લા મોરચાના હોદ્દેદારો તથા પાટણ જિલ્લાની નગરપાલિકાના અનુસૂચિત જાતિ કોર્પોરેટરો, જીલ્લાભરમાંથી મોરચાના કાર્યકરો ઉત્સાહભેર જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.
અ.જા. મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ જનસંઘના વરિષ્ઠ કાર્યકરની મુલાકાત લીધી
અનુસૂચિત જાતી મોરચાના પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ પાટણ જીલ્લાના પ્રવાસ દરમિયાન જનસંઘ સમયના વરિષ્ઠ કાર્યકર્તા શ્રી દેવજીભાઈ પરમાર ના નિવાસસ્થાને મુલાકાત કરી. મુલાકાત સાથે ડૉ. પ્રદ્યુમન વાજાએ દેવજીભાઈનું સન્માન કર્યું હતું. ડૉ. વાજા દેવજીભાઈ સાથે બેસીને જનસંઘ સમયના તેમના સંઘર્ષની વાતો રસપૂર્વક સાંભળી હતી. બાદમાં મુલાકાત અંગે ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું હતું કે, દેવજીભાઈ સાથે મુલાકાત સાચા અર્થમાં પ્રેરણાદાયી રહી, તેમના અનુભવો અને સંઘર્ષ પ્રત્યેક કાર્યકર્તા માટે પ્રેરક છે અને કાર્ય કરવાનું બળ પુરુ પાડે છે.’
સ્પેશિયલ રિપોર્ટ : ગિરીશભાઈ હાડવિયા