– તારીખ 17/10/21 ના રોજ યોજાઈ કારોબારી
– મહેસાણાના ભાજપના કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ
– ભાજપ અનુ જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા રહ્યા ઉપસ્થિત

ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચા મહેસાણા જિલ્લાની કારોબારી સભા યોજાઈ
ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રદ્યુમ્ન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ 17/10/2021 ના રોજ રવિવારે મહેસાણા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે મહેસાણા જીલ્લા ભાજપના નવનિયુક્ત અનુસૂચિત જાતિ મોરચાની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જશુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી ડો.જે.એફ.ચૌધરી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહેસાણા જિલ્લા અ.જા મોરચાના પ્રભારી શ્રીમતિ અનિતાબેન પરમાર, કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ મકવાણા, અનુસૂચિત જાતિ વિકાસ નિગમના પૂવૅ ચેરમેન શ્રી રમેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અનુ. જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા જીલ્લા પ્રભારીના પ્રાસંગિક ઉદ્બોધન
રવિવારે યોજાયેલી કારોબારી બેઠકમાં પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, જીલ્લા પ્રભારી અનિતાબેન પરમાર તથા પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રદ્યુમ્ન વાજા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતુ.

કારોબારી બેઠકની સંપૂર્ણ વિગતો
રવિવારે યોજાયેલી આ કારોબારી બેઠકની શરૂઆતમાં ઢોલ-નગારાના તાલે કંકુ-ચોખાથી પધારેલ મહાનુભાવોનું ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કારોબારી સભામાં જીલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ઉજમભાઇ પરમારે શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ તથા જીલ્લાના હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોનુ ખેસ તેમજ પુસ્તક દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઉપરાંત અનુસુચિત જાતિ મોરચાના જીલ્લા મહામંત્રી જગદીશભાઈ શ્રીમાળી દ્વારા મોરચાની કાર્યવાહીની વિસ્તૃત માહિતી આપી હતી. આજની કારોબારી સભામાં શોક ઠરાવ તથા રાજકીય ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી જે.એમ.ચોહાણ, રંજનબેન પરમાર, પૂર્વ પ્રમુખ ડૉ.નરસિહદાસ વણકર ઉપરાંત મહેસાણા શહેર, જીલ્લાના તેમજ તમામ તાલુકા માંડલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સ્પેશિયલ રિપોર્ટ : વિનોદભાઈ મકવાણા દ્વારા