– ભાસ્કર ઉપર લાંચ લેવાનો, ભ્રષ્ટાચારનો આરોપ
– કાર્તિ ચિદમ્બરમ ઉપર લાંચ લઈ 250 ચીની નાગરિકોને વિઝા અપાવવાનો આરોપ
– કાલના દરોડા બાદ સીબીઆઈનું પગલું
કાર્તિ ચિદમ્બરમના નજીકના ગણાતા વ્યક્તિની સીબીઆઈએ ધરપકડ કરી
કોંગ્રેસી સાંસદ કાર્તિ ચિદંબરમના ગણાતા 9 સ્થાનો ઉપર ગઈકાલે પાડવામાં આવેલા દરોડા બાદ સીબીઆઈએ વધૌ સક્રિય થઈ, કાર્તિ ચિદમ્બરમની નજીકના ગણાતા એક વ્યક્તિની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી મુજબ કાર્તિ ચિદંબરમના નજીકના ગણાતા જે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે તેમનું નામ ભાસ્કર રમણ છે. ભાસ્કર રમણ ઉપર લાંચ લેવાનો અને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે.
કાર્તિ ચિદમ્બરમ ઉપર લાંચ લઈ 250 ચીની નાગરિકોને વિઝા અપાવ્યાનો આરોપ
CBIએ કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને નાણાંપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર અને કૉંગ્રેસના લોકસભા સાંસદ કાર્તિ ચિદંબરમ સામે મંગળવારે એક નવો કેસ દાખલ કર્યો હતો. પૂર્વ નાણા તથા ગુહમંત્રી પી. ચિદંબરમના પુત્ર કાર્તિ પર આરોપ છે કે, તેણે પંજાબના માનસામાં બની રહેલા તલવડી સાબો પાવર પ્રોજેક્ટ માટે 250 ચીની નાગરિકોને વર્ષ 2010 થી 2014 વચ્ચે ખોટી રીતે ભારતીય વીઝા અપાવ્યા હતા અને તેના બદલામાં તેમણે 50 લાખની લાંચ લીધી હતી જે રૂપિયા વિદેશમાંજમા કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચીન સાથે સંકળાયેલા એક કેસ મામલે ગત રોજ કાર્તિ ચિદંબરમના ચેન્નાઈ અને દિલ્હીના નિવાસસ્થાન સહિત 9 જેટલા સ્થળોએ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. તેના અનુસંધાને આજે કાર્તિ ચિદમ્બરમની નજીક ગણાતા ભાસ્કર રમણની ધરપકડ કરવામાં આવી છે.