Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે સરહદી બનાસકાંઠા જિલ્લાની થરાદ સીટનું વિશ્લેષણ

2022નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે થરાદ સીટનું વિશ્લેષણ વાંચો.

થરાદ વિધાનસભા મતવિસ્તાર (Tharad Assembly Constituency)

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ગુજરાતની નંબર આઠ બેઠક છે. થરાદ બેઠક બનાસકાંઠા લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. થરાદ બેઠકમાં થરાદ શહેર તેમજ સમગ્ર થરાદ તાલુકા તેમજ લખાણી તાલુકાનો સમાવેશ થાય છે. થરાદ બેઠકમાં કુલ 2,29,869 મતદારો છે.

થરાદ બેઠકની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં ધાનેરા અને ડીસા બેઠકો, દક્ષિણમાં દિયોદર બેઠક જ્યારે પશ્ચિમમાં વાવ બેઠક આવેલી છે.

થરાદ બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતે અસ્તિત્વમા હતી, પણ 1967થી 2007ની ચૂંટણી સુધી આ બેઠક કાઢી નાંખવામાં આવી હતી. પણ 2008ના ડિલિમિટેશન બાદ ફરી તે ફરી પાછી અસ્તિત્વમાં આવી હતી.

આ બેઠકનો ઈતિહાસ જોઈએ

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

થરાદ બેઠક ઉપરથી હાલ ભાજપના બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ 2012 અને 2017માં ચૂંટાયા હતાં. પણ 2019માં પરબત પટેલ સાંસદ બનતાં તેમણે ખાલી કરેલી બેઠક ઉપર 2019માં પેટાચૂંટણી થતાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ભાજપના જીવરાજ પટેલ સામે 6372 મતની સરસાઈથી જીત્યા હતાં.

આમ થરાદમાં થયેલી કુલ 04 ચૂંટણીઓમાંથી ભાજપ 2 વાર તેમજ કોંગ્રેસ અને અપક્ષ એક-એક વાર વિજયી થયાં છે. જેથી આ બેઠક કોના ફાળે જશે તે કહેવું મુશ્કેલ છે.

શુક્રવારે ધાનેરા બેઠકનું વિશ્લેષણ પ્રકાશિત થશે


Spread the love