– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે બનાસકાંઠા જિલ્લાની ધાનેરા સીટનું વિશ્લેષણ
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે રાપર સીટનું વિશ્લેષણ વાંચો
ધાનેરા વિધાનસભા મતવિસ્તાર (Dhanera Assembly Constituency)
ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ગુજરાતની નવમાં નંબરની બેઠક છે. ધાનેરા બેઠક બનાસકાંઠા લોકસભા અંતર્ગત આવતી સામાન્ય બેઠક છે. ધાનેરા બેઠકમાં ધાનેરા શહેર તેમજ સમગ્ર ધાનેરા તાલુકો, દાંતીવાડા તાલુકો તેમજ પાલનપુર તાલુકાના એકમાત્ર ગામ જોરાપુરા ભાખરનો સમાવેશ થાય છે. ધાનેરા બેઠકમાં કુલ 2,52,351 મતદારો છે.
ધાનેરા બેઠકની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં રાજસ્થાન રાજ્ય, દાંતા તેમજ પાલનપુર બેઠકો, દક્ષિણમાં પાલનપુર અને ડીસા બેઠક જ્યારે પશ્ચિમમાં થરાદ બેઠક આવેલી છે.
ધાનેરા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધાનેરામાંથી કોંગ્રેસના નાથાભાઈ પટેલ ભાજપના માવજીભાઈ દેસાઈ સામે 2093 મતની પાતળી સરસાઈથી વિજેતા થયા હતા.
ધાનેરા બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 સુરજમલ શાહ. કોંગ્રેસ 252
1967 બી.જે. જોશી સ્વતંત્ર પક્ષ. 4333
1972 દલુભાઈ દેસાઈ કોંગ્રેસ. 9651
1975 મનસુખલાલ દવે કોંગ્રેસ 1801
1980 જોઈતાભાઈ પટેલ. જનતા પાર્ટી 5822
1985 જોઈતાભાઈ પટેલ કોંગ્રેસ 14191
1990 હરજીવન પટેલ ભાજપ 2203
1995 ગોવાભાઈ રબારી કોંગ્રેસ 11462
1998 હરજીવન પટેલ ભાજપ 13379
2002 હરજીવન પટેલ ભાજપ 3043
2007 મફતલાલ પુરોહિત ભાજપ 13764
2012 જોઈતાભાઈ પટેલ કોંગ્રેસ 30291
2017 નાથાભાઈ પટેલ કોંગ્રેસ. 2093
આમ ધાનેરામાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 7 વાર, ભાજપ 4 વાર તેમજ સ્વતંત્ર પક્ષ અને જનતા પાર્ટી એક-એક વાર વિજયી થયાં છે. 1989માં ભાજપના ઉદય બાદ યોજાયેલી 7 ચૂંટણીઓમાં 4 વાર ભાજપ અને 3 વાર કોંગ્રેસ વિજેતા નિવડી છે. તેથી 2022માં પક્ષ કરતાં વધુ ઉમેદવારોની પસંદગી હાર-જીતમાં વધુ નિર્ણાયક સાબિત થશે એવું લાગી રહ્યું છે.
શુક્રવારે દાંતા બેઠકનું વિશ્લેષણ વાંચો