– અમદાવાદ શહેર ઉપાધ્યક્ષનું રાજીનામુ
– વેજલપુરના ઉમેદવારનો કર્યો વિરોધ
– ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો
આમ આદમી પાર્ટીના શહેર ઉપાધ્યક્ષનુઉં રાજીનામુ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પ્રચાર માટે દિલ્હી થી ગુજરાતમાં સતત આંટાફેરા મારી રહ્યા છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીમાં આંતરિક ઘણાસાણ મચ્યુ હોય એવુઉઅં ચિત્ર ઉભું થયું છે જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના ઉપાધ્યક્ષે પાર્ટી દ્વારા જાહેર ઉમેદવાર વિરૂદ્ધ ખુલેઆમ મોરચો ખોલી દીધો છે. વેજલપુર બેઠક પરના પાર્ટીના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોલાભાઇ પટેલના નામની જાહેરાતનો વિરોધ કરીને પૈસા વાળાને ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો અને શાકિર શેખે રાજીનામુ આપી દીધુ છે.
આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારને પેરાશુટ ઉમેદવાર ગણાવ્યા
હજુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર નથી થઈ એ પહેલા જ આમ આદમી પાર્ટી અત્યાર સુધી 29 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી ચુકી છે. આમ આદમી પાર્ટીએ વેજલપુર વિધાનસભા સીટ ઉપરથી કલ્પેશ ઉર્ફે ભોલાભાઇ પટેલને ઉમેદવાર જાહેર કરીને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીના આ નિર્ણયનો વિરોધ અમદાવાદ શહેરના ઉપાધ્યક્ષ શાકિર શેખે કર્યો છે. શાકિર શેખ એટલેથી ન અટકતા કલ્પેશ પટેલને પેરાશૂટ ઉમેદવાર ગણાવ્યા હતા. શાકિર શેખ અનુસાર જે પાર્ટી સ્થાનિક લોકોને ટિકિટ આપવાની વાત કરતી હતી, તેણે જ પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપી છે. શાકિર શેખે કહ્યું કે તેઓ 2015થી વેજલપુર વિધાનસભા બેઠક પર સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે, જ્યારે કલ્પેશ પટેલ આ બેઠકના રહેવાસી પણ નથી. ત્યારે એક અમીર માણસ માટે કટ્ટર ઇમાનદારીનો દાવો કરનારી આમ આદમી પાર્ટીએ તેને ટિકિટ આપીને સાબિત કરી દીધુ કે તે પણ અન્ય પાર્ટી જેવી છે જ્યાં કામ કરનારા કાર્યકર્તાઓને સમ્માન મળતુ નથી.