પીએમ મોદી (PM Modi) તેમના બે દિવસીય યુએસ પ્રવાસ દરમિયાન સૌથી પહેલા તુલસી ગબાર્ડને મળ્યા હતા. તુલસી બુધવારે (12 ફેબ્રુઆરી) ના રોજ ગુપ્તચર નિર્દેશક તરીકે પસંદ કરાયા હતા.
પીમ મોદી (PM Modi) અમેરિકાના પ્રવાસે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ફ્રાન્સ પ્રવાસ બાદ અમેરિકા પહોંચ્યા છે. તેઓ તેમની બે દિવસની મુલાકાતે બુધવારે સાંજે (ભારતીય સમય મુજબ ગુરુવારે વહેલી સવારે) વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી (PM Modi) જ્યાં રોકાવાના છે તે બ્લેર હાઉસ પહોંચ્યા ત્યારે ત્યાં પણ એનઆરઆઈઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બ્લેર હાઉસમાં થોડો સમય રોકાયા બાદ તરત જ પીએમ મોદી અમેરિકાના ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડને મળવા રવાના થઈ ગયા હતા.

અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા
તુલસી ગબાર્ડની નિમણૂક બુધવારે જ નક્કી કરવામાં આવી છે. સેનેટે તેમની તરફેણમાં મતદાન કર્યું અને તેમને નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે ચૂંટ્યા. આ સાથે તે અમેરિકાની 18 ગુપ્તચર એજન્સીઓના વડા બની ગયા છે. કદાચ આ જ કારણ છે કે પીએમ મોદીએ તેમના અમેરિકન પ્રવાસ દરમિયાન પહેલા તેમને મળવાનું યોગ્ય માન્યું હતું.
તુલસી ગબાર્ડ સાથે મુલાકાત બાદ પીએમ મોદી (PM Modi) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરતા લખ્યું, ‘વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી. તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતા. જેના તેણી હંમેશા મજબૂત સમર્થક રહી છે તેવા ભારત-યુએસ મિત્રતાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.
Met USA’s Director of National Intelligence, @TulsiGabbard in Washington DC. Congratulated her on her confirmation. Discussed various aspects of the India-USA friendship, of which she’s always been a strong votary. pic.twitter.com/w2bhsh8CKF
— Narendra Modi (@narendramodi) February 13, 2025
કોણ છે તુલસી ગબાર્ડ?
તુલસી ગબાર્ડનું નામ ભલે ભારતીય નામો જેવું લાગે પરંતુ તે ભારતીય મૂળના નથી. તેમના માતાને ને હિન્દુ ધર્મ પ્રત્યે અત્યંત લગાવ હોવાને કારણે પોતાની પુત્રીનું નામ તુલસી રાખ્યું છે. તુલસી ગબાર્ડ ભૂતપૂર્વ લશ્કરી કર્મચારી છે. તે ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમેરિકી સંસદના સભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં તે રિપબ્લિકન છે. તુલસી ગબાર્ડ પરિણીત છે. તેમના પ્રથમ લગ્ન એડોઆર્ડો તામાયો સાથે થયા હતા. આ લગ્ન માત્ર 4 વર્ષ ચાલ્યા. આ પછી તેમણે સિનેમેટોગ્રાફર અને ફોટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સ સાથે લગ્ન કર્યા.

[…] જીત બાદ ડાબેરીઓ ગભરાઈ ગયા છે. પીએમ મોદી (PM Modi) નું નામ લેતા તેમણે કહ્યું કે વર્તમાન […]
[…] પ્રોત્સાહન આપતી યોજનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની […]
[…] નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિને “વિશ્વભરના દરેક ભારતીય […]
[…] હુમલાને (Pahalgam Terror Attack) ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયા દ્વારા તેમના […]
[…] પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર સમગ્ર દેશમાં જાતિગત વસ્તી […]
[…] દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ પ્લેન ક્રેશમાં (Ahmedabad Plane Crash) […]
[…] (Cyprus) પહોંચ્યા હતા. આ દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે […]