સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દીકરીને તેના માતાપિતા પાસેથી શિક્ષણ ખર્ચ મેળવવાનો કાયદેસરનો અધિકાર છે. તેઓ (માતાપિતા)ને તેમના સાધનોમાં જરૂરી ભંડોળ પૂરું પાડવા માટે ફરજ પાડી શકાય છે.
દીકરીએ રકમનો કર્યો હતો અસ્વીકાર
ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ઉજ્જવલ ભુયાનની બેંચે એક વૈવાહિક વિવાદ કેસમાં આ અવલોકન કર્યું હતું જેમાં એક જુદા રહેતા દંપતીની આયર્લેન્ડમાં અભ્યાસ કરતી પુત્રીએ તેની માતાને ચૂકવવામાં આવતા કુલ ભરણપોષણના ભાગરૂપે તેના અભ્યાસ માટે તેના પિતા દ્વારા આપવામાં આવેતી 43 લાખ રુપિયાની રકમ લેવાનો ઈનકાર કર્યો હતો.
પુત્રીને અભ્યાસ ચાલુ રાખવાનો અધિકાર
ખંડપીઠે 2 જાન્યુઆરીના રોજના તેના આદેશમાં જણાવ્યું હતું કે, ‘એક પુત્રી હોવાને કારણે, તેણીને તેના માતાપિતા પાસેથી તેના શિક્ષણનો ખર્ચ મેળવવાનો અપરિહાર્ય, કાયદેસર રીતે લાગુ કરી શકાય તેવો અને માન્ય અધિકાર છે. અમે માનીએ છીએ કે દીકરીને તેનું શિક્ષણ ચાલુ રાખવાનો મૂળભૂત અધિકાર છે અને આ માટે માતાપિતાને તેમના નાણાકીય સંસાધનોની મર્યાદામાં જરૂરી ભંડોળ પૂરું પાડવા માટે ફરજ પાડી શકાય છે.
STORY | Parents can be legally compelled to offer education money to daughter: SC
— Press Trust of India (@PTI_News) January 9, 2025
READ: https://t.co/AsDIAagrdI pic.twitter.com/3xjCPCw8kz
દીકરીએ કર્યા હતા કરારમાં હસ્તાક્ષર
આદેશમાં કહેવામાં આવ્યું છે કે દંપતીની પુત્રીએ તેની ગરિમા જાળવવા માટે રકમ અસ્વીકાર કર્યો હતો અને તેમને (પિતાને) પૈસા પાછા લેવા કહ્યું હતું, પરંતુ તેમણે (પિતાએ) અસ્વીકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે દીકરી આ રકમની કાયદેસર રીતે હકદાર છે. બેન્ચે જેમાં પુત્રીએ પણ હસ્તાક્ષર કર્યા હતા તે 28 નવેમ્બર, 2024ના રોજ વિખૂટા પડેલા દંપતી દ્વારા કરાયેલા કરારનો ઉલ્લેખ કર્યો હતો.
26 વર્ષથી અલગ રહેતું હતું દંપતિ
કોર્ટે કહ્યું કે પતિ જુદી રહેતી પત્ની અને પુત્રીને કુલ રૂ. 73 લાખ ચૂકવવા સંમત થયા હતા, જેમાંથી રૂ. 43 લાખ તેની પુત્રીની શૈક્ષણિક જરૂરિયાતો માટે અને બાકીની પત્ની માટે હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે પત્નીને તેનો હિસ્સો રૂ. 30 લાખ મળ્યો હોવાથી અને બંને પક્ષો છેલ્લા 26 વર્ષથી અલગ રહેતા હોવાથી બેન્ચને પરસ્પર સંમતિથી છૂટાછેડાનો આદેશ ન આપવાનું કોઈ કારણ દેખાતું નથી.
કોર્ટે કહ્યું, ‘પરિણામે અમે બંધારણની કલમ 142 હેઠળ અમારી સત્તાનો ઉપયોગ કરીએ છીએ અને પરસ્પર સંમતિથી છૂટાછેડાનો આદેશ આપીને વિવાહ વિચ્છેદ કરીએ છીએ.’