- પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ગૃહમંત્રાલયે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી
- કુલ 119 પદ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી
- સ્વ. શ્રી મહેશ તથા સ્વ. શ્રી નરેશ કનોડિયા કલા ક્ષેત્રમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ગૃહમંત્રાલયે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી
ગૃહમંત્રાલયે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી છે. કુલ 119 પદ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે જે પૈકી 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 102 પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી શિંજો આબે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશેષ યોગદાન આપનાર નાગરિકોને ત્રણ કેટેગરીમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવે છે.
ગુજરાતના સ્વ. શ્રી મહેશ કનોડિયા તથા સ્વ. શ્રી નરેશ કનોડિયા સહિત 8 મહાનુભાવોને પદ્મ પુરસ્કારોની સન્માનિત કરવામાં આવ્યા
આજે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે તેમાં કુલ 8 ગુજરાતી મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ તથા રજનીકાંત શ્રોફને પદ્મ ભૂષણથી તથા સ્વ. શ્રી મહેશ કનોડિયા, સ્વ. શ્રી નરેશ કનોડિયા, જશવંતીબેન પોપટ, દાદુદાન ગઢવી, સ્વ. શ્રી ફાધર વાલેસ, શ્રી ચંદ્રકાંત મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કારોથી સન્માનિત મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કારથી સન્માનિત મહાનુભાવોને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે અમને સૌના ઉપર ગર્વ છે, જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ભારત રાષ્ટ્ર તેમના રાષ્ટ્ર અને માનવતા માટે આપેલા યોગદાનની કદર કરે છે. જીવનના વિભિન્ન ક્ષેત્રોના આ અસાધારણ વ્યક્તિત્વ અન્યના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને પદ્મ પુરસ્કારોથી સન્માનિત ગુજરાતના મહાનુભાવો માટે ગુજરાત ગૌરવ અનુભવે છે એમ જણાવી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો આભાર માન્યો હતો.
પદ્મ પુરસ્કારોથી સન્માનિત મહાનુભાવોનુ સંપૂર્ણ લિસ્ટ