વિશ્વનાં ચિંતકોએ ઘણાં વિષયો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરેલી છે જેમાંથી કેટલીક ચર્ચાઓ ને મૂર્ત સ્વરૂપ આપવાનાં પ્રયાસો થયાં, દરેક વિચાર નું પોતાની આગવી ઓળખ હતી જેને કારણે દરેક વિચાર એકબીજાથી અલગ હતાં તથા તે વિચારોથી સમગ્ર રાષ્ટ્રની ઓળખ તથા નીતિઓ પ્રભાવિત થતી હતી. જતે દિવસે તે વિચાર ને વાદ નું સ્વરૂપ આપી દીધું જેમકે મુડીવાદ, સામ્યવાદ, મુડીવાદ અને સામ્યવાદનું મિશ્રણ સમાજવાદ નામે ઓળખાયું આ એવા વાદ હતાં જે દેશની આર્થિક નીતિઓ થી ઓળખી શકાય તેવાં હતાં આ ઉપરાંત વિશ્વમાં અન્ય વાદો પણ હતાં જે પરાપૂર્વથી ચાલતાં હતાં જેવાકે સામ્રાજ્યવાદ, વિસ્તારવાદ, પ્રાદેશિકવાદ. બધાં વાદો ની વચ્ચે એક વાદ કે વિચાર જેનું આગવું મહત્વ છે જે છે રાષ્ટ્રવાદ. વર્તમાન રાષ્ટ્રીય સ્થિતિમાં જેની સૌથી વધારે ચર્ચા છે તે વિષય પણ રાષ્ટ્રવાદ જ છે. જ્યાં સુધી રાષ્ટ્રની વ્યાખ્યા નાં સમજાય ત્યાં સુધી રાષ્ટ્રવાદ કેવી રીતે સમજી શકાય ? પાશ્ચાત્ય વિચારકો ની રાષ્ટ્રની કલ્પનાઓ જોતાં તે અધુરી, અસહિષ્ણુ તથા અન્યને નહીં સ્વીકારનારી દેખાય છે.પશ્ચિમની રાષ્ટ્રની કલ્પના જોતાં તેઓ એવું રાષ્ટ્ર એકજ પૂજા પદ્ધતિ ને માનતા લોકોનો સમૂહ હોય તેને રાષ્ટ્ર ગણાય, એક જ ભાષા બોલતા લોકોનો સમૂહ જે ભૂભાગ ઉપર રહેતો હોય તેને રાષ્ટ્ર ગણવાની વાત કરે છે અથવા એક જ પ્રકારની સંસ્કૃતિ ધરાવતા લોકોના ભૂભાગ ને રાષ્ટ્ર ગણવાની વકીલાત કરે છે, ઉપરાંત પશ્ચિમનો ઇતિહાસ જોતાં એવું દેખાય છે કે પશ્ચિમમાં રાષ્ટ્ર ની કલ્પના આવે હજુ 600-700 વર્ષ માંડ થયા છે જ્યારે રાષ્ટ્ર ની કલ્પના સૌપ્રથમ ઋગ્વેદમાં જોવા મળે છે જ્યાં એવી પ્રાર્થના “અમારાં આ રાષ્ટ્રમાં રાજવીઓ, શૂરવીરો, મહારથીઓ ઉત્પન્ન થાઓ” આ ઉપરાંત પશ્ચિમ ની રાષ્ટ્રની પરિભાષા માં ભારતમાં લાગુ નથી પડતી જેમકે ભારત માં અનેક ભાષાઓ બોલાય છે, એક કરતાં વધારે પૂજાપદ્ધતિ માં વિશ્વાસ ધરાવતા સમૂહો ભારતમાં વર્ષોથી રહે છે, ભારત સાંસ્કૃતિક વિવિધતાઓ થી ભરપૂર હોવાં છતાં ભારત અનેકાનેક વર્ષોથી એક રાષ્ટ્ર તરીકે સમગ્ર વિશ્વ ને માર્ગદર્શન આપતું આવ્યું છે. વૈશ્વિક રાજકારણ નાં જાણકારો નાં મત મુજબ રાષ્ટ્રવાદનો ઉદ્ભવનાં મૂળ 1618 થી 1648 સુધી ચાલેલા ધાર્મિક યુદ્ધો પછી ફાલિયાની સંધિમાં જુએ છે. પાશ્ચાત્ય વિચારકો એવું માને છે કે 1789માં થયેલી ફ્રાંસની રાજ્યક્રાંતિએ એશિયા અને આફ્રિકાનાં દેશોમાં રાષ્ટ્રવાદ ની બારી ખોલી આપી. ફ્રાંસની ક્રાંતિએ આપખુદશાહી નો અંત આવ્યો અને લોકશાહી રાજ્યવ્યવસ્થા નો પ્રારંભ થયો જેણે ફ્રાંસમાં રાષ્ટ્રવાદની ભાવના ને જાગૃત કરી. ફ્રાંસની રાજ્યક્રાંતિ એ જે રાષ્ટ્રવાદનું સર્જન કર્યું તેને ક્રાંતિકારી અને લોકશાહીયુક્ત રાષ્ટ્રવાદ ગણાયો જેને પ્રો. હેજે જેકોબિન રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવ્યો છે. જેકોબિન રાષ્ટ્રવાદ સમય જતાં લશ્કરીવાદમાં પરિણમ્યો જેનાં પરિણામ સ્વરૂપ નેપોલિયનનાં વિસ્તારવાદી રાષ્ટ્રવાદનો જન્મ થયો. નેપોલિયનનાં વિસ્તારવાદી આક્રમણો થી ત્રસ્ત અને ભયભીત રાષ્ટ્રોમાં ભયનો રાષ્ટ્રવાદ ઉદભવ્યો જેને પ્રો. હેજે પ્રણાલીગત રાષ્ટ્રવાદ નું નામ આપ્યું, પ્રણાલીગત રાષ્ટ્રવાદ જેકોબિન રાષ્ટ્રવાદ કરતાં તદ્દન જુદું જ સ્વરુપ ધરાવતો હતો, પરંતુ સમય જતાં તે પણ યુધ્ધનું કારણ બન્યો. ઓગણીસમી સદીમાં ઉદરવાદી રાષ્ટ્રવાદનો ઉદય થયો જેનું પરિણામ જર્મની અને ઇટાલીનું એકીકરણ થવા પામ્યું. આ થઈ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદનાં વિચાર ની પૂર્વ ભૂમિકા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાશ્ચાત્ય રાષ્ટ્રવાદ પ્રતિક્રિયા નું પરિણામ છે. પશ્ચિમનો રાષ્ટ્રવાદ જ્યાં પ્રતિક્રિયાવાદી છે ત્યાં ભારતનો રાષ્ટ્રવાદ સર્વસમાવેશક, સરવાહિતકર તથા સમગ્ર વિશ્વની શાંતિ, સલામતી અને વિકાસ નો દ્યોતક છે. ભારતનો રાષ્ટ્રવાદ સ્વમાનની સાથે સાથે પરસન્માન ના પાયા ઉપર ઊભો છે. ભારત ના રાષ્ટ્રવાદ નું કલેવર ઊભું છે. ભારત નો ઇતિહાસ એ બાબત ની સાક્ષી ભારે છે કે ભારતે કદી પોતાની સરહદોના વિસ્તાર માટે અન્ય રાષ્ટ્રનાં સાર્વભૌમત્વ નું ઉલ્લંઘન કર્યું હોય કે આક્રમણ કર્યું હોય. ભારત નો રાષ્ટ્રવાદ એ વિશ્વની સુખાકારી માટેની સૌથીની મોટી ભેટ છે. આ બાબતોનો ઉદઘોષ અનેક વર્ષોથી દરેક ભારતીય સર્વે ભવન્તુ સુખીન: ગાઈને કરતો રહ્યો છે. ભારત નો રાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમની સુવાસથી વિશ્વને કુટુંબ સમજવાની શક્તિ કેળવતું પરિબળ છે. ભારતીય રાષ્ટ્રવાદ અન્યના અસ્તિત્વ નો આદરપૂર્વક કરે છે. આતો થઈ એક રાષ્ટ્રનાં રાષ્ટ્ર તરીકે ના રાષ્ટ્રવાદ ની વાત પરંતુ એક નાગરિક તરીકે રાષ્ટ્રવાદ નો વિચાર કરવો આવશ્યક અને અનિવાર્ય છે. એક નાગરિક તરીકે રાષ્ટ્રવાદ નું પાલન કરવું રાષ્ટ્રવાદી હોવું એટલે શું ? આજના પરિપ્રેક્ષ્યમાં આ પ્રશ્ન નો ઉત્તર આવશ્યક છે. એક નાગરિક તરીકે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્રની સલામતી, સ્વચ્છતા, પ્રમાણિકતા, નૈતિકતા નું સક્ષમ ઉદાહરણ બનવું. મારી નજરે રાષ્ટ્રવાદ એટલે મારું રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બને, સુશોભિત બને, નયનરમ્ય બને, સુસાશન નું ઉદાહરણ બને, વિશ્વ ગુરુ બને તે માટે મારાં થી બનતાં દરેક પ્રયત્નો કરું. રસ્તા ઉપર કચરો ના નાખવો એ રાષ્ટ્રવાદ નું પગરણ છે, સંવિધાન નું પાલન કરવું પરમ રાષ્ટ્રવાદ ગણી શકાય. રાષ્ટ્રની નારી સુરક્ષિત બને તે માટે મારૂ યોગદાન આપી શકું તેથી મોટો ર્શ્ત્રવાદ કેવી રીતે હોય ? આજના રાષ્ટ્ર ની સૌથી મોટી ફોલ્ટલાઇન જેવા જાતિવાદને દૂર કરવામાં મારૂ યોગદાન હોય તેથી મોટો રાષ્ટ્રવાદ અન્ય ના જ હોય, આ ઉપરાંત દેશની અન્ય ફોલ્ટલાઇન પ્રદેશવાદ, ભાષાવાદ થી પર રહીને રાષ્ટ્રવાદની સ્ટ્રોંગલાઇન પર રહીને રાષ્ટ્રને મજબૂત કરવામાં અગ્રેસર રહું. રાષ્ટ્ર સમક્ષ અન્ય પણ સમસ્યાઓ છે જેને દૂર કરવી જરૂરી છે જેવીકે સામાન્ય નાગરિક તરીકે કોઈ પણ ખરીદી કરતી વખતે પાક્કા બિલ નો આગ્રહ રાખવો, માત્ર થોડાક ફાયદા માટે દેશની કાળા નાણાની સમસ્યા ને તથા કાળાનાણાં ના સર્જનથી બચવું જોઇયે. રાષ્ટ્રને નુકશાન કરતું એકપણ પગલું ના ભરાય તેની સતત કાળજી રાખવી એ પણ રાષ્ટ્રવાદ અને સાચા રાષ્ટ્રવાદી નું ઉદાહરણ છે.